દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. માર્કો જેન્સેને આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈતિહાસ રચ્યો. તે આ મામલે આવું કરનાર આફ્રિકા તરફથી પ્રથમ બોલર બની ગયો છે.
માર્કો જેન્સને રચ્યો ઈતિહાસ
યુવા ઝડપી બોલર માર્કો જેન્સને શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે આફ્રિકાએ શ્રીલંકાને 233 રનના વિશાળ અંતરથી હરાવ્યું. આ જીતનો હીરો માર્કો જેન્સન હતો જેણે બંને ઈનિંગ્સમાં 11 વિકેટ ઝડપી હતી. તે એક મેચમાં 10 વિકેટ ઝડપનાર આફ્રિકા તરફથી પ્રથમ ડાબોડી બોલર બની ગયો છે.
માર્કો જેન્સેન શાનદાર ફોર્મમાં
પ્રથમ દાવમાં માર્કો જેન્સેને શ્રીલંકાના 7 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય તેને બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ ઝડપી હતી. માર્કોએ પ્રથમ દાવમાં 7 વિકેટ લીધા બાદ શ્રીલંકાને ધ્વસ્ત કરી નાખ્યું હતું. આ જ કારણ હતું કે આ મેચમાં શ્રીલંકા ઘણું પાછળ રહી ગયું હતું. માર્કો જેન્સેન હવે ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારો પ્રથમ ડાબોડી બેટ્સમેન બની ગયો છે.
આવી હતી મેચની સ્થિતિ
આફ્રિકાએ પ્રથમ દાવમાં 191/10 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી પ્રથમ દાવમાં કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને 117 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. જેના જવાબમાં શ્રીલંકા 42 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં આફ્રિકાએ શાનદાર વાપસી કરી હતી અને ટ્રિસ્ટન સ્ટબ્સના 122 અને ટેમ્બા બાવુમાના 113 રનના આધારે 366 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા 233 રનમાં ઓલઆઉટ ગઈ હતી. આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચ 233 રનના વિશાળ અંતરથી જીતી હતી.