મનપાએ 30 દિવસમાં 2,133 કરદાતાઓ પાસેથી 3.22 કરોડનો મિલકતવેરો વસુલ્યો

0

[ad_1]

Updated: Jan 30th, 2023

– મિલ્કત વેરો વસુલવા માટે મનપાની રીકવરી કામગીરી જોરમાં 

– ગત ડીસેમ્બર માસ દરમિયાન 2,148 કરદાતા પાસેથી રૂ. 2.20 કરોડનો મિલકતવેરો વસુલાયો  

ભાવનગર : શહેરમાં ઘણા મિલ્કત ધારકો સમયસર વેરો ભરતા નથી તેથી મહાપાલિકા દ્વારા મિલ્કત વેરો વસુલવા માટે રીકવરી ટીમને મેદાનમાં ઉત્તારવામાં આવતી હોય છે. હાલ રીકવરી ટીમ દ્વારા વેરો વસુલવાની કામગીરી યથાવત છે, જેના ભાગરૂપે જાન્યુઆરી માસમાં ૩.રર કરોડનો મિલ્કત વેરો વસુલવામાં આવેલ છે. કેટલીક મિલ્કતોને સીલ પણ મારવામાં આવ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકાનાં ઘરવેરા વિભાગ દ્વારા બાકી મિલકત-વેરા અન્વયે મોટા પાયે રીકવરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે, તેના ભાગરૂપે છેલ્લા ૭ દિવસમાં મહાનગરપાલિકાના મીલ્કત કર વિભાગનાં ત્રણેય ઝોન દ્વારા કુલ ૧૮૬ મિલકતોમાં રીકવરીની કામગીરી કરવામાં આવેલ છે. રીકવરીના પ્રયાસો થકી રૂપે છેલ્લા ૭ દિવસમાં કુલ ૬૪૧ કરદાતાઓ દ્વારા કુલ ૧.૦૫ કરોડ રૂપિયાનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવેલ છે. ગત ડીસેમ્બર માસ દરમિયાન રીકવરીના પ્રયાસો થકી કુલ ૨,૧૪૮ કરદાતા પાસેથી રૂ. ૨.૨૦ કરોડનો મિલકતવેરો વસુલ લેવામાં આવ્યો હતો, જયારે જાન્યુઆરી મહિનામાં આજે સોમવાર સુધીમાં કુલ ૨,૧૩૩ કરદાતા પાસેથી ૩.૨૨ કરોડ રૂપિયાનો મિલકતવેરો વસુલવામાં આવ્યો હતો. 

બાકી વેરાવાળી મિલ્કતો પૈકી મોટા પ્રમાણમાં રહેણાંકીય તથા કોમર્શીયલ મિલકતોનો વેરો બાકી હોવાથી આવા બાકી કરદાતાઓને ભાવનગર મહાનગરપાલિકાની સઘન રીકવરી-ઝુંબેશથી બચવા પોતાની મિલકતનો બાકી મિલકત-વેરો સત્વરે ભરપાઈ કરવા મનપાએ અનુરોધ કર્યો છે. મહાપાલિકાની કડક કાર્યવાહીના પગલે મિલ્કત ધારકોમાં ગભરાટ ફેલાયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *