– ટીટોડિયાનો શખ્સ દુષ્કમના ઈરાદે લઈ જતો હતો ત્યારે લોકોએ પકડયો
– કોર્ટે 15 મૌખિક અને 17 દસ્તાવેજી પુરાવાના ગ્રાહ્ય રાખ્યાં, ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજારનું વળતર આપવા હુકમ
ભાવનગર : મહુવા પંથકના ટીટોડિયા ગામના એક શખ્સે દુષ્કર્મ કરવાના ઈરાદે સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યાની ચકચારી ઘટનામાં કોર્ટે ૧૫ મૌખિક અને ૧૭ દસ્તાવેજી પુરાવાના ગ્રાહ્ય રાખી શખ્સને પાંચ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ૫૦ હજારનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
સમગ્ર કેસની મળતી વિગત અનુસાર મહુવા તાલુકાના ટીટોડિયા ગામે રહેતો અને મજૂરી કામ કરતો હઠુ રાવતભાઈ ગોહિલ (ઉ.