ફી બાકી હોવાથી બાળકને લાઈબ્રેરીમાં બેસાડી રાખવાનો મામલો,વાલીની ડીઈઓ સમક્ષ રજૂઆત, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

0

[ad_1]

Updated: Jan 21st, 2023

વડોદરા,તા.21 જાન્યુઆરી 2023,શનિવાર

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઝેનિથ સ્કૂલમાં વિદ્યાર્થીને ફી નહીં ભરવાના કારણે કલાકો સુધી લાઈબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હોવાની ચકચારી ઘટનામાં વાલીએ આજે ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી હતી.

એ પછી ડીઈઓ કચેરી દ્વારા સત્તાવાર રીતે આ મામલાની તપાસ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.ડીઈઓ આર આર વ્યાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, કચેરી દ્વારા સીસીટીવી ફૂટેજ મંગાવીને તપાસ કરવામાં આવી રહી છે.ફૂટેજમાં વિદ્યાર્થીને લાઈબ્રેરીમાં બેસાડવામાં આવ્યો હોવાનુ દેખાઈ રહ્યુ છે.જોકે તેને વોશરુમ નહીં જવા દીધો હોવાના વાલીના આક્ષેપમાં તથ્ય હોય તેવુ લાગતુ નથી.આ મામલે સ્કૂલનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.એ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન વાલીએ કહ્યુ હતુ કે, મેં વાડી પોલીસ મથકના પીઆઈને પણ રજૂઆત કરી છે અને પીઆઈએ મને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.મારા બાળકને લાઈબ્રેરીમાં બેસાડી રાખનારા શિક્ષક સામે સ્કૂલે કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ વાલીએ આક્ષેપ કર્યો હતો કે,મારો દીકરો ધો.૪માં અભ્યાસ કરે છે.છેલ્લા ૬ વર્ષથી તે આ જ સ્કૂલમાં છે.અત્યાર સુધી મેં સ્કૂલની ફી નિયમિત રીતે ભરી છે.જોકે કોરોનાના કારણે મારાથી ફીનો છેલ્લો હપ્તો ભરવાનો બાકી રહી ગયો છે.સ્કૂૂલ દ્વારા તેની સજા મારા પુત્રને આપવામાં આવી હતી.સ્કૂલના સંચાલકોએ તેને સવારથી સાંજ સુધી લાઈબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો.તેને વોશરુમમાં પણ જવા દીધો નહોતો.તેણે લાઈબ્રેરીના કર્મચારીને પણ કહ્યુ હતુ કે મને એક વખત ઘરે ફોન કરવા દો પણ તેની આ વાત પણ કોઈએ સાંભળી  નહોતી.તેણે ઘરે આવીને વાત કરી ત્યારે અમને ખબર પડી હતી.તેને સ્કૂલના આ પ્રકારના વર્તાવથી આઘાત લાગ્યો છે અને તે બીમાર પડી ગયો છે.આ રીતે બાળકને સજા આપવી યોગ્ય નથી.આ બાબતે અમે ડીઈઓ કચેરીમાં રજૂઆત કરીશું અને પોલીસને પણ ફરિયાદ કરીશું.

દરમિયાન સ્કૂલના સૂત્રોનુ કહેવુ હતુ કે, આ બાળકની ફી બાકી હતી અને તેના માતા પિતાને વારંવાર ફોન કર્યા પછી પણ તેઓ મળવા આવ્યા નહોતા.જેના કારણે બાળકને બપોરે એક થી પાંચ વાગ્યા સુધી લાઈબ્રેરીમાં બેસાડાયો હતો.વિદ્યાર્થીને વોશરુમ નહીં જવા દેવાયો હોવાના આક્ષેપ સાચા નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *