ઉત્તરાયણ પર્વ: ચિત્રા નક્ષત્ર, સુકર્મા યોગ, બાલવ કરણમાં ઉજવાશે મકરસંક્રાતિ

0

[ad_1]

  • શનિવારે રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ
  • સંક્રાતિનું સ્વરૂપ જોતાં સારો-મધ્યમ વરસાદ પડવાના અણસાર
  • સંક્રાતિ સાથે જોડાયેલી વસ્તુ મોંઘી થશે

પતંગરસિયાઓના માનીતા પર્વ ઉત્તરાયણની ઉજવણીને લઇને પતંગ બજારમાં રોનક દેખાઇ રહી છે. સુરત સહિત ગુજરાતભરના શહેરોમાં શનિવાર અને રવિવારે આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી દેખાશે. શનિવારે દાન અને સેવાનું પર્વ મકરસંક્રાતિની પણ ઉત્સાહ, ઉમંગ સાથે ઉજવણી થશે. ચાલુ વર્ષે ચિત્રા નક્ષત્ર, સુકર્મા યોગ, બાલવ કરણમાં મકરસંક્રાતિ ઉજવાશે. સંક્રાતિનું સ્વરૂપ જોતા આગામી ચોમાસામાં સારો-મધ્યમ વરસાદ પડવાના અણસાર વર્તાઇ રહ્યા છે. જ્યારે સંક્રાતિ સાથે જોડાયેલી વસ્તુ મોંઘી થશે એવો મત જ્યોતિષી આપી રહ્યા છે.

હિન્દુ સમુદાયની પરંપરા, સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે મકરસંક્રાતિની ઉજવણી કરાઇ છે. તે દિવસે દાન, પુણ્ય, સેવાકાર્યનું પણ ભારે મહત્વ આંકવામાં આવે છે. ચાલુ વર્ષે 14 જાન્યુઆરીના શનિવારે રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. તે સાથે જ ધનારક એટલે કે કમૂરતા પૂરા થશે અને માંગલિક કાર્યોનો આરંભ થશે.

શનિવારે સાંજે 6.14 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર છે અને ત્યારપછી ચિત્રા નક્ષત્ર શરૂ થશે. રવિવારે સવારે 11.50 વાગ્યા સુધી સુકર્મા યોગ છે. બાલવ કરણ છે અને ચંદ્ર કન્યા રાશિમાં છે. આ દિવસે રામાનંદાચાર્ય જયંતિ રહેશે. કળકળતો ખીંચડો ઉતરે, દાન પર્વ, ગંગા સાગર ત્રિવેણી સંગમ, સ્નાન પર્વ, તિલ સંક્રાતિની ઉજવણી થશે. સંક્રાતિ પૂણ્યકાળ સવારે 7.29થી સાંજે 5.24 વાગ્યા સુધીનો રહેશે.

સંક્રાતિનું વાહન વાઘ, વસ્ત્ર પીળા કપડાં અને હાથમાં આયુધ ગદા

સંક્રાતિની ઉજવણી સાથે તેના સ્વરૂપનું પણ અનેરું મહાત્મય છે. આ વર્ષે સંક્રાતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે. પીળા કપડા પહેર્યા છે. હાથમાં આયુધ ગદા ધારણ કરી છે. જાતિ સર્પ છે. કેશરનું તિલક કર્યું છે. તે બેઠેલી છે. જુંઇનું પુષ્પ, મોતીના આભૂષણ ધારણ કર્યા છે. દક્ષિણમાંથી આવીને ઉત્તર તરફ જાય છે. તેની દૃષ્ટિ ઇશાન તરફ છે. મુખ પિૃમ તરફ છે. જેથી દક્ષિણ અને ઇશાન દિશાના લોકોને સુખ મળે. સંક્રાતિ સાથે જોડાયેલી વસ્તુ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે.

વર્ષમાં આવતી વિવિધ 12 સંક્રાતિ પૈકી મકરસંક્રાતિ સૌથી મહત્વની

વર્ષમાં સૂર્યદેવના રાશિ પરિવર્તન સાથે 12 સંક્રાતિ આવે છે. દરેક સંક્રાતિ વેળાએ દાન, પુણ્યનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. પરંતુ મકરસંક્રાતિ સૌથી મોટી હોવાથી તેનો મહિમા ઔર વધી જાય છે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, આ વર્ષે મૂહર્ત 30 સામ્યાર્ધ હોવાથી ચોમાસાની આગામી સિઝનમાં વરસાદ મધ્યમ-સારો રહેશે. આ વર્ષે સંક્રાતિના સ્વરૂપને જોતાં શિવપૂજન કરવું ફળદાયી છે. સંક્રાતિએ તલનું વિશેષ મહત્વ હોવાથી પુણ્ય કાળમાં તલ, નવા વાસણ, ગાયોને ચારો, નવા વસ્ત્ર વગેરેનું દાન કરવું. સૂર્ય નારાયણને જળ-દૂધનો અભિષેક કરવો. પિતૃતર્પણ કરવું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *