સુરતમાં ઉત્તરાયણને લઇ તંત્ર એક્શમાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ગળા કપાવાની ઘટના બને છે. અકસ્માત ન થાય તે માટે જિંદગી બચાવવા પ્રયાસ માટે સુરત પોલીસ અને સંસ્થા દ્વારા 50 હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દોરીથી વાહન ચાલકોને ઈજા અકસ્માત કે ગળું ના કપાઈ તે માટે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગળામાં પહેરવા માટે સેફટી બેલ્ટનું વિતરણ તેમજ વાહનો પર સળિયા લગાડવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉતરાયણ પર્વને લઇ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આમ તો સુરત હમેશા લોકોના જીવન બચાવવા કે સેવા માટે અગ્રેસર હોય છે.
પતંગના દોરાથી ગળા કાપવાની ઘટનાઓને રોકવા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતા ટ્રાફિક પોલીસ અને ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગે પતંગના માંજાથી ગળાના ભાગે ઇજા થતી હોઈ છે. આવા અકસ્માત ન થાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેવા પ્રયાસ સાથે 50 હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.