વૈદિક જ્યોતિષમાં મંગળ અને ગુરુ બંનેને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહોની કૃપા જેની પર થાય છે તેનું ભાગ્ય તો સાતમા આસમાને પહોંચે છે તેમ કહેવુ ખોટુ નહી. ત્યારે આ વખતે 14 જાન્યુઆરી 2025 ના રોજ મકરસંક્રાંતિના દિવસે ગુરુ અને મંગળ દ્વારા અર્ધ કેન્દ્ર યોગ નિર્માણ પામશે. બંને ગ્રહો એકબીજાથી 45 ડિગ્રી પર હોવાથી આ યોગ બનાવી રહ્યા છે. ત્યારે બંને ગ્રહોની આવી સ્થિતિ કેટલીક રાશિ પર શુભ તો કેટલીક રાશિ પર અશુભ પ્રભાવ પાડશે. ત્યારે આવો જાણીએ ગુરુ અને મંગળના અર્ધ કેન્દ્ર યોગથી કોને લાભ થશે.
ગુરુ-મંગળથી અર્ધ કેન્દ્ર યોગની રચના
દ્રિક પંચાંગ મુજબ મંગળવાર,14 જાન્યુઆરી, સવારે 5.32 કલાકે ગ્રહોના સેનાપતિ મંગળ અને જ્ઞાનદાતા ગુરુ એકબીજાથી 45 ડિગ્રી પર હશે અને અર્ધ કેન્દ્ર યોગ બનાવશે. ચાલો જાણીએ કે અર્ધ કેન્દ્ર યોગની રચનાથી કઈ 3 રાશિઓને ફાયદો થશે.
વૃષભ
- 14 જાન્યુઆરીથી વૃષભ રાશિ માટે સારા સમયની શરૂઆત થશે.
- તમારી મહેનત રંગ લાવશે અને ટૂંક સમયમાં તમે તેનું પરિણામ મળી શકે
- નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
- સામાજિક કાર્યમાં રસ વધશે.
- માન-સન્માનમાં વધારો થઈ શકે છે.
- તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો.
- તમે કામ પ્રત્યે વધુ જવાબદાર બનશો.
- નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
- પગાર વધારાની પણ ચર્ચા થઈ શકે છે.
કન્યા
- કન્યા રાશિના લોકો માટે અર્ધ કેન્દ્ર યોગ ફળદાયી રહેશે.
- તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો.
- પરિવાર સાથે મુસાફરીનો કાર્યક્રમ બની શકે છે
- પ્રેમ જીવન સારું રહેશે.
- સમજદારીપૂર્વક પૈસા ખર્ચવાથી ફાયદો થશે.
- વધારે પડતા દબાણમાં કોઈ પણ કામ ન કરો.
- તમારા મનને કારણે ઉદાસી અને સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો.
- વ્યવસાયમાં લાભ થઈ શકે છે.
- નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે.
કુંભ
- કુંભ રાશિ હેઠળ જન્મેલા લોકોને ગુરુ અને મંગળ દ્વારા રચાતા અર્ધ કેન્દ્ર યોગનો લાભ મળશે.
- લાંબા સમયથી અટકેલું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
- મકરસંક્રાંતિથી તમને ઘણા ક્ષેત્રોમાં નફો મળી શકે છે.
- આત્મવિશ્વાસ વધશે.
- તમને તમારા કાર્યસ્થળમાં પ્રગતિની તકો પણ મળશે.
- મનમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ રહેશે.
- કાર્યમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે.
- રોકાયેલા પૈસા પાછા મળી શકે છે.
- સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે.
- રોકાણ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે.