24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGPSCની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર, ઉમેદવારોએ કરવું પડશે આ મહત્વનું કામ

GPSCની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર, ઉમેદવારોએ કરવું પડશે આ મહત્વનું કામ


GPSCની પરીક્ષા પદ્ધતિમાં આ વર્ષે ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફારને લઈને ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. હવેથી પરીક્ષા માટે ઉમેદવારો પાસે સંમતિ પત્ર મેળવવામાં આવશે. આગામી રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિ પત્રક લેવામાં આવશે. મોટા પ્રમાણમાં ફોર્મ ભરાઈ ગયા બાદ એટલા પ્રમાણમાં ઉમેદવારો પરીક્ષા આપવા આવતા નથી, જેનાથી ખોટો ખર્ચ થાય છે.

રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિ પત્ર લેવાશે: હસમુખ પટેલ

ત્યારે આ ફેરફાર કર્યા બાદ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવામાં માગતા હોય તે લોકો સંમતિ પત્રક ભરીને પરીક્ષા આપી શકશે. તમને જણાવી દઈએ કે આગામી ડિસેમ્બર મહિનામાં જીપીએસસી દ્વારા ભરતી પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભાગ 1 અને સામાન્ય અભ્યાસની અલગ પરીક્ષા લેવામાં આવશે અને અન્ય ભાગની પરીક્ષા પણ અલગ લેવામાં આવશે. હસમુખ પટેલે વધુમાં કહ્યું કે ઉમેદવારોએ બે વખત પરીક્ષા આપવા આવવું પડશે,પરંતુ ભરતી ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આગામી 11 ભરતીમાંથી 8 ભરતીની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 અને 19 જાન્યુઆરીએ લેવાશે: હસમુખ પટેલ

ઉલ્લેખનીય છે કે સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 અને 19 જાન્યુઆરી 2025ના રોજ લેવાશે. ત્યારે જીપીએસસીની જાહેરાત નંબર 18, 19 ,20 ,22, 23, 30, 31 અને 32ની પ્રાથમિક પરીક્ષા ભાગ-1ની 12 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાશે. જ્યારે જાહેરાત નંબર 29, 34 અને 35ના ભાગ-1ની પરીક્ષા 19 જાન્યુઆરીએ લેવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય