ઈરાનમાં મંગળવારે બે અલગ-અલગ હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર સહિત છ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર પ્રથમ હુમલામાં સિટી કાઉન્સિલના વડા અને રિવોલ્યુશનરી ગાર્ડના બે સભ્યોના મોત થયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે આ લોકો તેહરાનથી 1,350 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા નિક્શાહાર શહેરમાં એક શાળાના કાર્યક્રમમાં હાજર હતા.
બીજો હુમલો સૈન્ય વાહનમાં થયો
હુમલામાં માર્યા ગયેલા સિટી કાઉન્સિલના વડાની ઓળખ પરવીઝ કાદખોડેઈ તરીકે થઈ છે. જો કે, દક્ષિણ-પૂર્વીય પ્રાંત સિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા હુમલા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. અન્ય એક ઘટનામાં ખાશ કાઉન્ટીમાં સૈન્ય વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં બે અધિકારીઓના મોત થયા છે.
સૈન્ય વાહનને નિશાન બનાવ્યું
મળતી માહિતી અનુસાર હથિયારબંધ લોકોએ રસાક કાઉન્ટીમાં જાકીગુર હાઈવે પર એક સૈન્ય વાહનને નિશાન બનાવ્યું હતું. આ પછી વિદ્રોહી સુન્ની બલૂચ સમુહ જૈશ અલ-અદલે હુમલાની જવાબદારી લીધી હતી. સિસ્તાન અને બલૂચિસ્તાનમાં તાજેતરના હુમલામાં વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં BLAના છ આતંકીઓને ઠાર કર્યા છે.
આતંકવાદીઓ નિર્દોષો પર હુમલો કરવામાં સામેલ હતા
પાકિસ્તાનનું કહેવું છે કે, આ આતંકવાદીઓ સુરક્ષા દળો અને નિર્દોષો પર હુમલો કરવામાં સામેલ હતા. તે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ પાસે માર્યો ગયા છે. પાકિસ્તાને રેડિયોના અહેવાલ મુબજ આ કાર્યવાહી ક્યારે કરવામાં આવી તે સ્પષ્ટ નથી. આ આતંકવાદીઓની હત્યા BLA માટે મોટો ઝટકો છે. આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે.
જૈશ અલ-અદલે જવાબદારી લીધી
બલૂચિસ્તાન ઘણા વર્ષોથી આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે. આઝાદીની માંગ કરી રહેલા ઘણા અલગતાવાદી જૂથો ત્યાંના સૈનિકોને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. સોમવારે સિસ્તાન-બલુચિસ્તાન બોર્ડર ગાર્ડના કમાન્ડરે જાહેરાત કરી કે, જાકીગુર બોર્ડર ગાર્ડ યુનિટનો સદસ્ય મેહદી બલૂચી અથડામણમાં માર્યો ગયો છે. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. આ હુમલો રસાક કાઉન્ટીના પાશામક પાસે થયો હતો. જૈશ અલ-અદલે આની જવાબદારી લીધી છે.