વડોદરામા પાણીની ટાંકીઓ માટે મેન્ટેનન્સ અને ઓપરેશનનો કોન્ટ્રાક્ટ અપાશે

0

[ad_1]

Updated: Jan 19th, 2023


– સમા અને છાણી ટાંકી તેમજ પરશુરામ નગર બુસ્ટર માટે 2.69 કરોડનો ખર્ચ કરાશે

વડોદરા,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમા અને છાણી 24 કલાક પાણીની ટાંકી તેમજ પરશુરામ નગર બુસ્ટર થી પાણી વિતરણની કામગીરી માટે 2.69 કરોડના ખર્ચે પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ અને ઓપરેશનનો કોન્ટ્રાક્ટ આપશે. પાણીની ટાંકીઓ ખાતે કાયમી ઓપરેટર અને મજૂર કર્મચારીઓની વય નિવૃત્તિ ,મૃત્યુ પામેલા કાયમી કર્મચારીઓની જગ્યાએ નવી નિમણૂકો ન થવી વગેરે કારણોસર સ્ટાફની અછત રહે છે .જેના લીધે ઘણા વર્ષોથી માનવ દિન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાખીને પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. સમા ટાંકી ખાતે મોટાભાગનો સ્ટાફ કોન્ટ્રાક્ટ હેઠળ છે. ટાંકીના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે. આ માટે અંદાજ કરતા 20.71% ઓછા ભાવનું 1.13 કરોડનું ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મુકાયું છે. સમા ટાંકીથી સવાર સાંજ 4 ઝોનમાં પાણી વિતરણ કરાય છે. પરશુરામ નગર બુસ્ટર થી સવારે ત્રણ અને સાંજે એક એમ ચાર ઝોનમાં  પાણી વિતરણ થાય છે .અહીં ત્રણ વર્ષ નો ઇજારો પૂર્ણ થતા હવે પાંચ વર્ષ માટે ઓપરેશન મેન્ટેનન્સનું ખાતાના અંદાજ કરતા 17 % ઓછા ભાવે 66.12 લાખ નો ઇજારો આપવા દરખાસ્ત થઈ છે .છાણી 24 કલાક પાણી આપતી ટાંકીનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં ઓપરેશન મેન્ટેનન્સ નો તેમજ વિતરણ મુજબ વાલ્વ જંકશન સંચાલન સહિતનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ ખાતા ના અંદાજથી 20.96% ઓછા ભાવ થી 89. 99 લાખનું ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરાયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *