34 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 19, 2025
34 C
Surat
બુધવાર, માર્ચ 19, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર

Mahesana: યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર


રાધનપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે રાધનપુર પંથકમાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર જવા પામી છે.

રાધનપુરના એક ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ રાધનપુર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે ઠાકોર અશોકભાઈ ભલાભાઇ મારી વાડી વિસ્તારની બાજુના ખેતરના ઘરમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર મારા ઘરની આગળથી નીકળતા હતા જેના કારણે મારે તેમની સાથે પરિચય થયેલ અને થોડા દિવસ પછી અમારા ખેતર નજીક આવેલી કેનાલ પાસે ઘાસ વાઢતી હતી. તેવા સમયે અશોક ઠાકોર મારી પાસે આવીને મને કેનાલ નજીક આવેલી બાવળની ઝાળીમાં લઈ ગયો હતો અને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ 15 દિવસ પછી બીજી વાર હું કેનાલ નજીકના ખેતરમાં જતા ફરી અશોક ઠાકોર આવેલ અને મને બાવળની ઝાડીમાં લઈ મારી સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું. આમ થોડા દિવસ પછી અમે બંને અલગ થઈ ગયા હતા અને આઠ માસ બાદ પેટમાં દુખાવો થતા તમામ હકીકત મેં મારી માતા અને મારા પરિવારને જણાવી હતી. ત્યારબાદ મારી માતા મને રાધનપુરની પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લાવતા હું સગર્ભા જણાઈ હતી. અને રાધનપુર સરકારી હોસ્પિટલમાં મેં આઠ માસ બાદ એક બાળકને જન્મ આપ્યો હતો અને હાલ મારી તબિયત સારી હોવાથી હું સંપૂર્ણ ભાનમાં છું. અને મને ઘરે રજા આપી દીધેલ છે. જે બનાવે કોઈ રાધનપુર પોલીસ મથકે અશોક ભલાભાઇ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય