મહેસાણા શહેરમાં મગપરા વિસ્તારમાં છાસ વ્હારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય છે. ત્યાં વધુએ એક વાર રાધનપુર સર્કલ પોલીસ ચોકી નજીકમાં જ જાહેર રોડ પર 2 વર્ષની દીકરીને મોપેડ પર લઈને જતા એક યુવકને કારની ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ તે કારમાં સવાર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરી કાર લઈ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણાના મગપરા સરકારી શાળા નં. 4 સામે રહેતા અજય ઉફે અજુજી ઠાકોરની ફરિયાદ મુજબ તેઓ પોતાના પિતાની રેસ્ટોરન્ટ ખાતે જતા હતા.
દરમિયાન રસ્તામાં કેટલાક શખ્સો તેમના ભાઈ વિક્રમ પર હુમલો કરી મારામારી કરતા હતા. જેમાં વિક્રમનું મોત નિપજ્યું હતું. મહેસાણા મગપરા ડેરી રોડ પાએ રાધનપુર સર્કલ પોલીસ ચોકી નજીકમાં જ રાત્રીના 10.45 વાગે રસ્તા પર પોતાની 2 વર્ષની દીકરીને લઈ જતા વિક્રમ ઉર્ટે પભો નામના યુવકને તેની પાછળ આવતી એક કારે ટકકર મારી રોડની સાઈડમાં ધસડી નીચે પટક્યો હતો. બાદમાં કારમાં સવાર રાહુલસિંહ રમેશજી વાઘેલા અને અન્ય અજાણ્યા 4 શખ્સોએ ધારીયું સહિતના તીક્ષ્ણ હથિયારો લઈ વિક્રમ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વિક્રમને અધમુવો કરી હુમલાખોરો 8721 નંબરની કારમાં ફરાર થઇ ગયા હતા.
જે બાદ ગંભીર ઇજાગ્રસ્ત વિક્રમને કણસતી હાલતમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે યુવકની હત્યા અંગે રાહુલ અને અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ્ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ચોકી પાસેજ 2 મિનિટમાં યુવક પર જીવલેણ હુમલો કરી હત્યારા ફરાર થયા
મહેસાણા રાધનપુર ચોકડી નજીક પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ રીતે વણસી હતી. કે મગપરાના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની અવર જવર વચ્ચે બિહાર જેવો માહોલ સર્જી કાર ચાલકે 2 વર્ષની દીકરીને લઈ જતા મોપેડ ચાલક યુવકને ટક્કર મારી બાદમાં લોકોની નજર સામે જ તીક્ષ્ણ હથિયારો વીંઝી જીવલેણ હુમલો કરી યુવકની હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. જે ઘટનાના CCTV સામે આવતા માત્ર 2 મિનિટમાં જ આ હત્યાનો ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું હતું.