દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર બે દિવસ પૂર્વે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં જોવા મળી હતી.તો તેની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં પણ થઈ હતી.ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ બે દિવસ પૂર્વે વાતાવરણમાં પલટા સાથે વાદળો છવાયા હતા.જોકે જિલ્લા પરથી વાદળો દૂર થતાં જિલ્લામાં શિત લહેર ફરી વળી હતી.જેને પગલે લઘુત્તમ તાપમાનનો પારો ગગડી 11 ડિગ્રી પર આવી પહોંચ્યો હતો. જેની અસર રૂપે લોકોએ કાતિલ અને અસહ્ય ઠંડી અનુભવી હતી.તો શિત લહેર દરમિયાન ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ્ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધવા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
મહેસાણાના વિજાપુર પંથકમાં બે દિવસ પૂર્વે માવઠું થયા બાદ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે.તો જિલ્લા પરથી માવઠાની આફ્તના વાદળો દૂર થતાં લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો.તો તાપમાનનો પારો 11 ડિગ્રી સુધી પહોંચી જતાં જિલ્લાવાસીઓ કાતિલ ઠંડીમાં ઠર્યા હતા.તો વહેલી સવારે શાળાએ જતાં નાના ભૂલકાંઓ પણ શિત લહેરથી ભારે પરેશાન બન્યા હતા.
તાપમાનમાં ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનુ મોજું પણ ફરી વળ્યું હતુ.તો અસહ્ય ઠંડી પગલે વહેલી સવારે લોકોએ બિન જરૂરી ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.ત્યારે મહેસાણાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું.
તાપમાન 11 ડિગ્રી સુધી ગગડી જતા રાત્રે 8 વાગ્યા બાદ જાહેર માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા.તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફરને નકારવામાં આવ્યો હતો.
ઠંડીના ચમકારાને કારણે રાયડો, ઘઉં, અજમો અને સવા જેવા પાકોનું ઉત્પાદન વધશે અને રોગચાળો ઘટશે
એક સપ્તાહ બાદ વાદળો વિખરાયાં છે અને આકાશ સ્વચ્છ બન્યું છે. સપ્તાહના વિરામ બાદ સૂર્ય નારાયણે દર્શન દીધાં છે. વિટામીન ડીના દાતાના પ્રકાશથી ધુમ્મસ ઓસર્યું છે. જેના કારણે રવી પાકોમાં રોગચાળાની ભીતિ દૂર થઈ છે. પરંતુ, રવીવારની મધરાત્રિ બાદ સુસવાટા ભેર પવન ફૂંકાયો હતો અને ઠંડીના ચમકારાથી રહીશો ઠુંઠવાયા હતા. ઠંડીના તીવ્ર ચમકારાને કારણે સૌથી વધુ ભોગ ગરીબ રહીશો બન્યા હતા. આથી ગરીબોને ઠંડી સામે રક્ષણ આપવા માટે જીવ દયા પ્રેમીઓ સવારે જ ફૂટપાથ ઉપર ગરમ વસાણાંનું વિતરણ કરવા નીકળી પડયાં હતાં. આ અગાઉ શહેરની સ્વસર્જન સંસ્થા, ધારાસભ્ય અને પોલીસે રાત્રિ દરમ્યાન 200 જેટલા ધાબળાનું વિતરણ કર્યું હતું. આકાશમાંથી વાદળો વિખરાતાં તેમજ ધુમ્મસ દૂર થતાં ઠાર વૃષ્ટિનો અંત આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઠેર-ઠેર તાપણાં સળગ્યાં હતાં. તાપણાંના સહારે શ્વાનનાં બચ્ચાંએ પણ રાત ગુજારો કર્યો હતો. હજુ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ઠંડીના ચમકારાને કારણે રાયડો, ઘઉં, અજમો અને સવા જેવા પાકોનું ઉત્પાદન વધશે અને રોગચાળો ઘટશે. પલટાયેલો માહોલ કૃષિ પાકો માટે અનુકૂળ છે.