વડનગર તાલુકાના શેખપુર ગામથી શનિવારે સવારે ખેરાલુ તાલુકાના મલેકપુરના રામાપીર મંદિર ખાતે પદયાત્રા સંઘ ડી.જે.ની સાથે નિકળ્યો હતો.
જે ખેરાલુ ના GIDC નજીક પહોંચતા ડી.જે.ના મોટા અવાજ અને ધ્રુજારીથી ભમરા મધ આખું ઉડયું હતું અને પદયાત્રા જતા સંઘના પદયાત્રી લોકોને ડંખ મારતા નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે મધપુડામાંથી ઉડેલા ભમરાઓએ 10થી વધુ લોકોને ડંખ્યા હતા. જેથી તમામ લોકો ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી આવ્યા હતા. સદર બનાવમાં જેમાં એક 2 વર્ષના બાળકને એક મહિલા સહિત યુવાનો અને અન્ય પદયાત્રાળુઓને ભમરા ડંખ્યા હતા અને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તમામની સ્થિતિ સામાન્ય જણાતા તમામે સારવાર લઈ ફરીથી શિત કેન્દ્ર ચોકડી એકઠા થઈને સંઘ મલેકપુર રામાપીર મંદિર જવા રવાના થયો હતો. આમ બીજના દિવસે રામાપીર દર્શન જતા પદયાત્રીઓને તેમના સંઘની સાથે રાખેલા ડીજેના અવાજથી ઉડેલા ભમરા ડંખ્યા હોવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી.