30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: બહુચરાજીમાં હિલોળા લેતો શ્રાદ્ધાનો સમંદર

Mahesana: બહુચરાજીમાં હિલોળા લેતો શ્રાદ્ધાનો સમંદર


યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા બે દિવસથી અવિરત ઉમટી રહેલાં માઈભકતોના કારણે યાત્રાધામમાં ધાર્મિક વાતાવરણ ઉભુ થવા પામ્યું છે. ભાવિકભકતોના કારણે યાત્રાધામને જોડતા તમામ રસ્તાઓ ચેતનવંતા બન્યાં છે.મુખમાં માનુ નામ, હાથમાં ધજા અને હૈયામાં અપાર શ્રાદ્ધા સાથે ચલો બુલાવા આયા હૈ,માતાને બુલાયા હૈ, બોલ મારી બહુચર.. જય.. જય.. બહુચરના જયઘોષ સાથે માતાજીના ચરણોમાં શિશ ટેકવવા માઈભકતો આવી રહયા છે.માં બહુચરના જયઘોષ સાથે ઉમટી રહેલા પદયાત્રીઓમાં મહિલાઓ, વૃદ્ધો, અપંગો અને નાના-નાના ભુલકાઓ માતાજીની ચરણ રજ માથે ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે.

ગુજરાતમાંથી જ નહિ પરંતુ ભારતભરમાંથી માઈભકતો માતાજીના દર્શને પધારી રહ્યા છે. દિવસની કાળઝાળ ગરમીમાં પણ પગપાળા સંઘો અને પદયાત્રિકો માતાજીના ગરબા-ગરબીઓ ગાતાગાતા આગળ વધી રહ્યા છે. તમામ માર્ગો માતાજીના નામથી ગુંજી ઉઠયા છે. પદયાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ,યુવકમંડળો અને ધાર્મિક સંગઠનો દ્રારા ઠેર ઠેર સેવા કેન્દ્રો ઉભા કરાયા છે.

ગરમીમાં અમૃતસમાન છાશ કેન્દ્રો, શુદ્ધ પીવાના પાણીની પરબો, લીંબુ શરબત, ચા અને અલ્પાહાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. બહુચરાજી ખાતે ત્રણ વિભાગમાં ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં મંદિરની અંદર,મંદિર બહાર અને બહુચરાજીને જોડતો માર્ગો પર વાહનવ્યવહાર નિયમનની વ્યવસ્થા કરવામાં આવી છે.મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરી અલગ-અલગ રૂટો પર જવા-આવવા માટેની વ્યવસ્થા કરી છે. મેળામાં ઠેર ઠેર નાસ્તા કેન્દ્રો, ઠંડા પીણા અને રમકડાં જેવા મનોરંજન સ્ટોલો ગોઠવાયા છે. ઊંચા ઊંચા ચગડોળો હિલોળે ચડયા છે. મોતનો કુવો, જાદુના ખેલ જેવા મનોરંજન કાર્યક્રમો મેળારસિકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહ્યા છે. સાંસ્કૃતિક કાર્યકમમો મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાયેલ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. મંદિરના સંકુલના ત્રણ અને હાઈવે પરના હાઈમાસ્ટરથી રાત્રે દિવસ જેવુ વાતાવરણ ઉભુ થવા પામ્યુ છે.

ગ્રામજનો મેળાનુ જીવંત પ્રસારણ જોઈ શકે તેવી ચેનલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરસંકુલમાં કલોઝ ટી.વી.સર્કિટ ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને મંડપમાં પંખા,કુલર અને સ્પ્રીન્ક્લર ફુવારા ગોઠવાયા છે.બહુચરાજી વ્યંઢળોની ગુરુગાદી હોવાથી દેશના ખૂણેખૂણેથી કિન્નરો ઉમટી પડતાં મેળાનુ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે

ચૈત્રી પુનમના મેળાનું મહાત્મ્ય

કાલરી ગામના રાજવી સોલંકી અને પાટણના રાજવી ચાવડા બન્ને મિત્રો હતાં.બંન્નેના ધેર પારણા બંધાવાના હોવાથી અરસપરસ બન્ને મિત્રોએ વેવાઈ બનવાના વચનો આપ્યા હતાં. સમય જતા બન્ને રાજવીઓના ઘેર કુંવરીઓ જન્મી હતી.આમ છતાં કાલરી નરેશે પોતાના ધેર કુંવરનો જન્મ થયો હોવાની જાહેરાત કરાવી હતી અને તેનો ઉછેર કુંવરની જેમ કરવામાં આવ્યો હતો.બંન્ને રાજવીઓએ વચન પાલન માટે બન્નેના લગ્ન કરાવ્યાં હતાં. કાલરી ગામે પરણીને આવેલી ચાવડા કન્યાને પોતાના પતિના વર્તનથી શંકા જતાં તેણે પાટણ પિયરમા આવી પિતા સુધી વાત પહોંચાડી હતી.પુત્રીના મનના સમાધાન માટે પિતાએ કાલરી ગામેથી પોતાના જમાઈને મહેમાનગતિ માટે પાટણ તેડાવ્યાં હતાં. અને સવારે પરિક્ષા માટે જમાઈને સ્નાન માટે પાણી અપાતાં જમાઈ મુશ્કેલીમાં મુકાયાં હતાં.સત્ય જાણી જવાના ભયથી ઘોડી પર સવાર થઈ ભાગ્યા હતાં.ભાગતાં ભાગતાં બહુચરાજીના બોરુવનમાં આવ્યાં હતાં.થાક અને તરસ લાગતા ઘોડીને વૃક્ષ નીચે બાંધી.આરામ કરતા હતા તે સમયે તેમની નજર એક નાનકડા સરોવર પર પડી હતી.પાણી પીવા ઉભા થયા.આગળ વધ્યા.આ સમયે તેમની સાથે એક કુતરી હતી.તે કુતરી સરોવરમાં પડતાં કુતરો બન્યો.ઘોડીને સ્નાન કરાવતાં ઘોડીનો ઘોડો થયો.પછી તેજબાઈ સોલંકી ખુદ આ જીવંતજળમાં સ્નાન કરતા નારીમાંથી નર બન્યાં.આ ચમત્કાર ચૈત્રીપુનમના દિવસે થયો હતો. ત્યારથી આ સ્થળે ચૈત્રીપુનમનો મેળો ભરાય છે.જે પરંપરા આજ પર્યત સચવાઈ રહી છે.

મા બહુચરનાં 4 પ્રાગટયો

બહુચરાજીની પવિત્ર ધરા પર માતાજીના ચાર પ્રાગટય પ્રચલિત છે. જેમાં (1) દંઢાસુરના નાશ માટે માતાજીએ બોરૂવનમાં બાલાસ્વરૂપે પ્રગટ થયાં અને દંઢાસુરનો નાશ કર્યો. (2) કપિલમુનિ તથા કર્દમમુનિની સ્તુતિથી માતાજી પ્રગટ થયાં. (3) વરખડીવાળા વનમાં ગાયો ચારનાર ગોવાળોના છોકરાઓએ માતાજીના સ્થાનકે પ્રસાદ માટે કુલડીમાં તાંદુલ રાંધ્યાં હતાં. આ સમયે ત્યાંએક રાજા કટક સાથે ચડી આવ્યો અને છોકરાઓને કહયું જો બહુચર માતાજી સાચા હોય તો મારા સૈન્યને કુલડીમાંથી પ્રસાદ ખવડાવો. અને બાળકોએ માતાજીને અરજ કરી પ્રસાદ આપવાનું શરૂ કરતાં કુલડીમાંથી કટક જમાડયું. (4) માતાજીના ઉપરના ત્રણ પ્રાગટય થયાં તેની સામેના જળાશયમાં કૂતરીનો કૂતરો,ઘોડીનો ઘોડો અને નારીનો નર બનાવી ચોથુ પ્રાગટય કર્યુ.આ ચમત્કાર ચૈત્રીપુનમના દિવસે થયો હતો.ત્યારથી ચૈત્રીપુનમનો મંળો ભરાય છે. ગાર્ડ ઓફ ઓનર સાથે માતાજીની પાલખી નીકળશે આજે પૂનમની રાત્રે 9:30 કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે મા બહુચરની શાહી સવારી બહુચરાજીના મુખ્ય મંદિરથી નીકળી શંખલપુર ટોડામાતાજીના મંદિરે પહોંચશે.માતાજીની પાલખીનું ગ્રામજનો દ્રારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં કરવામાં આવશે.અને મંદિરના ભૂદેવો મંદિરમાં માતાજીની પૂજા- અર્ચના કરશે.ત્યારબાદ માતાજીની શોભાયાત્રા બહુચરાજી મંદિર પરત ફરશે.

શંખલપુર ગામે ફટાકડાની આતશબાજી સાથે મા બહુચરની શોભાયાત્રાનું સ્વાગત કરાશે

બહુચરાજી । શંખલપુર માં બહુચરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્રી પૂનમનો ધાર્મિક મેળો ભરાયો છે. આજે શુક્રવારે દૂરથી હજારો માઈભક્તો પગપાળા અને સંઘો લઈને માતાજીના દર્શને પધાર્યા હતા. જેને લઇ મંદિર પરિસર દિવસભર બહુચર માતાજીના જય જય કારથી ગુંજતું રહ્યું હતું? શનિવારે ચૈત્રી પૂનમ મા બહુચરનો પ્રાગટય દિવસ હોય લાખો શ્રાદ્ધાળુઓ માના દર્શન કરી ધન્ય બનશે. રાત્રે 10 વાગે માતાજીની સવારી બહુચરાજી મંદિરથી શંખલપુર પધારશે. આ સમયે ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફ્ટાકડાની આતશબાજી અને ડીજે સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં બંને માતાજીની પૂજા અર્ચના બાદ શોભાયાત્રા શંખલપુર ગામનું પરિભ્રમણ કરી બહુચરાજી પરત જશે.શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલના જણાવ્યા મુજબ, અહીં મા બહુચરના દર્શને આવતાં ભક્તો માટે વિનામૂલ્ય ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આજે સાત હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધાનો અંદાજ છે. ચૈત્રી પૂનમ મા બહુચરનો પ્રાગટય દિવસ હોય માતાજીને અને મંદિરને નયનરમ્ય શણગાર કરાયો છે અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. માતાજીના સુખરૂપ દર્શન થઇ શકે તે માટે ભાઈઓ અનેબહેનોને અલગ લાઈનોની વ્યવસ્થા છે.

ઊંચા ઊંચા ચગડોળો હિલોળે ચડયાં

મેળામાં ઠેર ઠેર નાસ્તા કેન્દ્રો, ઠંડા પીણા અને રમકડાં જેવા મનોરંજન સ્ટોલો ગોઠવાયા છે. ઉંચા ઉંચા ચગડોળો હિલોળે ચડયા છે, તો મોતનો કુવો, જાદુના ખેલ જેવા મનોરંજન કાર્યક્રમો મેળારસિકોને ભરપુર મનોરંજન પુરુ પાડી રહ્યા છે.

ખડેપગે સેવા આપતા 100થી વધુ સ્વયંસેવકો

માતાજીના દર્શનાર્થે આવતાં અને કલાકોના કલાક સુધી લાઈનમાં ઉભા રહી દર્શનની પ્રતિક્ષા કરતાં માઈભકતોને લાઈનમાં પીવાનું શુદ્ધ પાણી અને ઠંડી છાશ મળી રહે તે માટે આનંદ ગરબા મંડળના 100થી વધુ સ્વયંસેવકો ખડા પગે ઉભા રહી નિષ્કામભાવે સેવા આપી રહ્યા છે.

લ્યો કરો વાત…! થરા ગામથી બહુચરાજી સુધીની પદયાત્રામાં જોડાયેલ એક શ્વાન

બહુચરાજીમાં છેલ્લા બે દિવસથી પદયાત્રીઓના કારણે યાત્રાધામને જોડતા તમામ રસ્તાઓ ચેતનવંતા બન્યાં છે.મુખમાં માનુ નામ, હાથમાં ધજા અને હૈયામાં અપાર શ્રાદ્ધા સાથે માતાજીના ચરણોમાં શિશ ટેકવવા માઈભકતો આવી રહયા છે.ત્યારે થરા ગામથી બહુચરાજી માતાજીના દર્શનાર્થે આવી રહેલ કેટલાક પદયાત્રીઓ સાથે એક શ્વાન થરાથી બહુચરાજી આવતાં લોકોમાં કુતુહલ પેદા થવા પામ્યું હતું.થરાના આ પદયાત્રીઓએ જણાવ્યું હતું કે થરા ગામથી પદયાત્રીઓએ બહુચરાજી તરફ પ્રસ્થાન કર્યુ તે સમયે ગામનો શ્વાન પદયાત્રીઓની જેમ પદયાત્રામાં જોડાયો હતો.તેને પાછો વાળવાનો ખૂબ પ્રયત્ન કરવા છતાં તેને ગામે પરત મોકલવામાં અમે નિષ્ફળ ગયાં હતાં.થરા થી બહુચરાજી સુધી એક પદયાત્રીની જેમ દોડતો રહ્યો હતો.અમે જયાં વિરામ કરવા રોકાઈએ ત્યાં તે પણ વિરામ કરતો અને અમે ચાલવાનું શરૂ કરીએ ત્યાં અમારી આગળ-આગળ દોડતો રહ્યો હતો.અમે શંખલપુર અને બહુચરાજી મંદિરમાં દર્શનાર્થે ગયાં તો તે બહારથી દર્શનની મુદ્ધા ધારણ કરીને અમારી પ્રતિક્ષા કરતો રહ્યો હતો.એક શ્વાનની આવી ચેષ્ટાઓથી અમે વિચારતા થઈ ગયાં છે.આ બનાવને શું કહેવું !

શ્રાદ્ધાળુઓ માટે 24 કલાક 13 અલગ જગ્યાઓ ઉપર સારવાર કેન્દ્રો કાર્યરત બહુચરાજી ચૈત્રી પૂનમના મેળામાં જતા શ્રાધ્ધાળુઓ માટે મેડિકલ સેવા ટીમ સેવા કરી રહી છે. બહુચરાજી ચૈત્રી પૂનમના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જસમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ભરત સોલંકીના આયોજન હેઠળ ચૈત્રી પુનમના મેળામાં મેડીકલ સેવાઓ સંબધી સારવાર કેન્દ્રો અને તાત્કાલીક સારવાર કેન્દ્રો પૂનમ સુધી કાર્યરત રહેશે. આ મેળામાં પગપાળા આવતા શ્રાધ્ધાળુઓ તેમજ મંદિર દર્શનાર્થે આવતા શ્રાધ્ધાળુઓ માટે આરોગ્ય અને તબીબી વિષયક સેવાઓ સારૂ સમગ્ર રૂટ તેમજ મંદિર પરીસર ખાતે મેડીકલ ટીમનું આયોજન કરેલ છે. ચૈત્રી પૂનમના મેળામાં 24 કલાક 13 જગ્યાએ સારવાર સેવા કેન્દ્રો કાર્યરત કરાયા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય