મહેસાણા જિલ્લામા પાછલા એક પખવાડિયાથી તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યો છે.તો બે દિવસથી તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું છે.તાપમાનનો પારો 43 ડિગ્રી નોંધાતા બપોરના સુમારે બજાર અને જાહેર માર્ગો સૂમસામ બન્યા હતા.
જોકે રાત્રિના તાપમાનમા પણ એક ડિગ્રીનો વધારો થયો હતો.જેથી રાત્રે લોકોએ ગરમી અનુભવી હતી. ત્યારે હવામાન વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.જોકે પાંચ દિવસ બાદ તાપમાનમાં ઘટાડાના સંકેત પણ આપવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામા સોમવારે વાતાવરણમા સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો.ત્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.જ્યારે મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી પર બીજા દિવસે પણ સ્થિર રહ્યો હતો.મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર સ્થિર રહેતા હિટવેવની સ્થિતિનુ નિર્માણ થયું હતું.જેને લઈ દિવસ દરમિયાન રહીશોએ અસહ્ય તેમજ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો હતો.આકરી ગરમી પગલે રહીશો ઠંડકની શોધ કરતા પણ જોવા મળ્યા હતા.પાછલા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન વધ્યુ હતું.જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમા કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.જેથી હજુ પણ પાંચ દિવસ દરમિયાન ગરમીનો સામનો કરવો પડી શકે છે. જોકે પાંચ દિવસ બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.