29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: નોટપેડથી વિશ્વના પ્રથમ ફ્રી AI ટૂલ્સ લિસ્ટિંગ પ્લેટફોર્મ સુધીની સફર

Mahesana: નોટપેડથી વિશ્વના પ્રથમ ફ્રી AI ટૂલ્સ લિસ્ટિંગ પ્લેટફોર્મ સુધીની સફર


ગણપત યુનિવર્સિટી સંલગ્ન બી.એસ.પટેલ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજના ઇન્ફેર્મેશન ટેકનોલોજી વિભાગના એક વિદ્યાર્થી, તડવી હર્ષકુમાર નરેશભાઈ આજે વિશ્વભરમાં જાણીતા છે. તેમની દૂરંદેશી અને મહેનતનું પરિણામ છે પ્રોજેક્ટપીડિયા, જે વિશ્વનું પ્રથમ મફ્ત એ.આઈ. ટૂલ્સ લિસ્ટિંગ પ્લેટફેર્મ બન્યું છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકો માટે મફ્ત અને કાર્યરત એ.આઈ. ટૂલ્સની યાદી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલું આ પ્લેટફેર્મ આજે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

હર્ષની આસફર 2023 માં ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ ડિપ્લોમા આઈ.ટી. એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હતા. પ્રોજેક્ટ વર્ક દરમિયાન તેમને વેબ-આધારિત પ્રોજેક્ટ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ત્યારે તેમણે મફ્ત સોર્સ કોડ અને ડિઝાઇન ટેમ્પલેટ્સ શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે ઘણાં એ.આઈ. ટૂલ્સ ઉપલબ્ધ હોવા છતાં, મોટા ભાગના પેઇડ હોય છે અથવા તો બરાબર કામ કરતા નથી. નિરાશ થઈને પણ તેમણે સંશોધન કરવાનું ચાલુ રાખ્યુ, અને એક નોટપેડમાં મફ્ત અને ઉપયોગી એ.આઈ. ટૂલ્સની યાદી બનાવવાનું શરૂ કર્યું હતું. ગણપત યુનિવર્સિટીમાં અંડર એસ.એસ.આઈ.પી. 2.0 હેઠળ તેમને 82,000ની ગ્રાન્ટ પણ મળી, જે પ્રોજેક્ટપીડિયા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી. પ્રોજેક્ટપીડિયા માત્ર ફ્રી એ.આઈ. ટૂલ્સની યાદી જ નથી આપતું, પરંતુ ભવિષ્યમાં માંગમાં રહેનારી કુશળતાના 15+ ફ્રી ફ્યુચર-પ્રૂફ્ કોર્સીસ પણ વિનામૂલ્યે પ્રદાન કરે છે. આ ઉપરાંત, એ.આઈ. ટૂલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે મફ્ત પ્રોસેસ પણ ઉપલબ્ધ કરાવે છે. પ્રોજેક્ટપીડિયાની ટીમ દેશ અને દુનિયામાં એ.આઈ. નો ઉપયોગ વધારવા માટે ઓફ્લાઈન અને ઓનલાઇન વર્કશોપનું પણ આયોજન કરે છે.

આજે પ્રોજેક્ટપીડિયા એક વૈશ્વિક પ્લેટફેર્મ બની ગયું છે, જ્યાં 10 થી વધુ દેશોમાંથી વપરાશ કર્તાઓ આવે છે. જેમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ફિલિપાઈન્સ, કેનેડા, પાકિસ્તાન અને ચીન જેવા દેશોમાં તેના વપરાશકર્તાઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રોજેક્ટપીડિયાની આ સફર સાબિત કરે છે કે એક નાનકડો વિચાર અને સખત મહેનતથી મોટા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકાય છે. જેમને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી તકો શોધવા અને વિકાસ કરવા માટે એક પ્લેટફેર્મ પૂરું પાડતા તડવી હર્ષકુમાર અને તેમની ટીમનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે. સમસ્યાઓનો સામનો કરવો, પડકારોને સ્વીકારવા અને ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવો એ જ સફ્ળતાની ચાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય