30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: કડીમાં શ્રી કડી ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજનો,33મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

Mahesana: કડીમાં શ્રી કડી ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજનો,33મો સમૂહ લગ્નોત્સવ યોજાયો


કડી શહેરના છત્રાલ રોડના સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં રવિવારે શ્રી કડી ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજનો 33મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના સાત નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના સમાજના શ્રોષ્ઠીઓ ઉપસ્થિત રહી નવદંપતીને શુભકામના પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

 કડીના છત્રાલ રોડના સ્થિત સરદાર કોટન માર્કેટ યાર્ડમાં શ્રી કડી ચુંવાળ વિસ્તાર ગજ્જર સુથાર સમાજનો સમુહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં દરેક નવદંપતીને સમાજના દાતાઓ દ્વારા સોના ચાંદીની ચીજ વસ્તુ સહિત ફ્રિજ, ટીવી, તિજોરી સહિત 100થી વધુ કરિયાવરની સામગ્રી સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. તેમજ 33માં સમૂહ લગ્નના મુખ્ય દાતા તરીકે ઉષાબેન માણેકલાલ ગજ્જર(મુદરડા) હસ્તે સ્વસ્તિક માણેકલાલ ગજ્જર(યુએસએ) જય સ્વસ્તિક ગજ્જર (યુએસએ ), સુમન હરિભાઈ ગજ્જર (યુએસએ) રહ્યા હતા. 32મો સમૂહ લગ્ન ઉત્સવ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ધર્મિષ્ઠા ગજજર અને સમાજના પ્રમુખ રોહિતભાઈ ગજજરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ કડી બ્રહ્મા કુમારીમાંથી સંગીતા દીદીએ નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત 33માં સમૂહ લગ્નમાં દાતાઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિતિ રહી નવ દંપત્તિઓને શુભેચ્છા પાઠવી ઉપસ્થિત રહેલ સમાજના લોકોને જણાવ્યું હતું કે સમૂહ લગ્ન કરવાએ નાની વસ્તુ નથી. સમુહ લગ્નમાં દાતાઓ દ્વારા દરેક નવદંપતીને અલગ અલગ ચીજવસ્તુ કરિયાવર સ્વરૂપે આપે છે. ગજ્જર સુથાર સમાજ અમારા પાટીદાર સમાજ કે અન્ય સમાજ જેવો બહુ મોટો નથી.બહુ નાનો છે. તેમ છતાં સમાજના શ્રોષ્ઠીઓ પોતાની શક્તિ અને આવડત પ્રમાણે બહુ મોટું આપી રહ્યા છે. વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ છે. એ તમારા બધાની પાસે છે,. મોટી મોટી જે સોસાયટીઓ બને, મોટી મોટી જે બિલ્ડીંગ બને. ગુજરાત સરકારના હોય કે પછી કે સોસાયટી ખાનગી હોય તેમાં મોટા મોટા કે કોઈના મોટા મોટા બંગલા હોય બધાયમાં હું જે ઓળખું છું. મોટાભાગના એન્જિનિયર- આર્કિટેક અને કોન્ટ્રાક્ટર મોટા ભાગના ગજ્જર સુથાર સમાજના હોય છે, એટલે ગુજરાત રાજ્યનું ઘડતર કરવામાં દરેક ઘરને દરેક વ્યવસ્થાને સારી રીતે વિકસાવવાનું કામ વિશ્વકર્માના આશીર્વાદથી આ સમાજ કરી રહ્યો છે.

 આ પ્રસંગે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ, કડી પાલિકા કોર્પોરેટર હિમાંશુભાઈ ખમાંર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમૂહ લગ્નને સફ્ળ બનાવવામાં સમાજના પ્રમુખ રોહિતભાઈ ગજ્જર મંત્રી મનુભાઈ સુથાર સહિતના સમાજના આગેવાનોએ અથાગ પ્રયત્ન કરી સમૂહ લગ્નોત્સવને સફ્ળ બનાવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય