મહેસાણા જિલ્લામા પાછલા 72 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમા કોઈ ફેરફર જોવા મળ્યો ન હતો.જોકે લઘુત્તમ તાપમાનમા બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.લઘુત્તમ તાપમાન વધતાં રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ રહીશોએ કર્યો હતો.
તો મહત્તમ તાપમાન સ્થિર થતાં બપોરના સમયે હિટવેવની પણ અસર જોવા મળી હતી.દિવસ દરમિયાન આકાશમાંથી અગનગોળા વરસતા લોકો આકરી ગરમીથી તૌબા પોકારી ઉઠયા હતા.અસહ્ય ગરમી પગલે શહેરી વિસ્તારમાં બજારો પણ બપોરના સમયે સૂમસામ જોવા મળ્યા હતા.ત્યારે હવામાન વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ 72 કલાક દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળશે નહી.જોકે ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.તો તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જવાની શકયતા સેવાઈ છે.
મહેસાણા જિલ્લામા શુક્રવારે વાતાવરણમા સામાન્ય ફેરફર જોવા મળ્યો હતો.ત્યારે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો અનુભવાયો હતો.તો મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો.તાપમાન 40 ડિગ્રી ઉપર સતત રહેતા અસહ્ય અને આકરી ગરમી વરસી હતી.જેને લઈ જિલ્લાવાસીઓ સહિત પક્ષીઓ અને પ્રાણીઓ પણ ત્રસ્ત બન્યા હતા.પાછલા 72 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન વધ્યુ હતું.જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફર જોવા મળ્યો ન હતો.બપોરના સમયે ગરમ લુ વાળા પવન ફુંકાતા લોકોએ ઘરમાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું.તો બપોરના સમયે 18 કી.મી.ઝડપે પવન ફૂંકાવાના કારણે આકરી ગરમીથી થોડીક રાહત પણ અનુભવાઈ હતી.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 72 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળશે નહી.જોકે 72 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.જેથી ત્રણ દિવસ બાદ આકરી તેમજ અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે.