29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: અરવલ્લી જિલ્લાની 1,600થી વધુ શાળામાં ઉનાળુ વેકેશન શરૂ

Mahesana: અરવલ્લી જિલ્લાની 1,600થી વધુ શાળામાં ઉનાળુ વેકેશન શરૂ


રાજ્યભરમાં મે મહિનાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. તેવામાં શાળાએ જતાં બાળકો માટે શીતળતાં જેવી રાહત સમાન ઉનાળુ વેકેશનની રજાઓની શરૂઆત થઈ ચૂકી છે. આજરોજ તા. 5મી મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી રહ્યું છે. જેને લઈને બાળકો ખુશખુશાલ થઈ ઉઠયા છે. આગામી તા. 9મી જુને શાળાઓ ખુલશે ત્યાં સુધી બાળકોને મોજ પડી ગઇ છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની રજાના દિવસો જાહેર કરવામાં આવ્યા હતા. તા. 5મી મેથી 9મી જૂન,2025 સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં મે મહિનાની શરૂઆત થતાંની સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવા સમયે વેકેશન જાહેર થતાં બાળકો અને વાલીઓએ પણ મોટી રાહત અનુભવી છે. શાળાઓમાં વેકેશન પડતાંની સાથે જ બાળકો, શિક્ષકો વગેરે ફરવા જવાના આયોજનો કરવામાં વ્યસ્ત થયા છે. રાજ્યની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ફરવા જવા માટે એલટીસીનો લાભ મળતો હોય છે. જેથી તેમણે પણ આગોતરું આયોજન કર્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વેકેશન દરમિયાન બાળકો વિના શાળાઓ સુમસામ બની જશે. અરવલ્લી જિલ્લામાં ધો- 1થી 8ની પ્રાથમિકની સ્વનિર્ભર, ગ્રાન્ટેડ તેમજ સરકારી મળીને કુલ 1340 જેટલી શાળાઓની સંખ્યા થવા જાય છે. આ શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ બાળકોની સંખ્યા દોઢ લાખ જેટલી છે.

આ ઉપરાંત ધો- 9થી 12ની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની સ્વનિર્ભર, ગ્રાન્ટેડ અને સરકારી મળી 272 જેટલી શાળાઓમાં 55 હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે. આમ જિલ્લામાં ધો 1થી 12ની કુલ 1612 શાળાઓમાં 2,05,212 બાળકોને ઉનાળુ વેકેશનની મજા માણવા મળશે. આમ તો સત્તાવાર રીતે 5મી મેને સોમવારથી વેકેશનની શરૂઆત થાય છે. પરંતુ તા. 4થી મેએ રવિવાર હોઇ આજથી જ બાળકોને વેકેશનની મોજ પડી ગઇ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય