મહેસાણા એસ.ઓ.જી પોલીસને હકીકત મળેલ કે વિસનગરમાં દેળીયા તળાવ પાસે ભીલ-કંસારાની વાડીમાં રહેતા ઈમરાન ઉર્ફે રાજુ ઉસ્માનખાન મલેક પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વહેપાર ધંધો કરે છે.
જે આધારે પોલીસે રેડ કરી તેના મકાનમાંથી ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ગાંજો 2 કિલો 73 ગ્રામ કિ. 20,730 સાથે ઝડપી લીધો હતો વધુ પુછપરછ કરતા ગાંજાનો જથ્થો લક્ષ્મણભાઈ આદિવાસી રહે જોગીવાડ ઉદયપુર વાળાએ પુરો પાડયો હોવાનું જણાવતા મહેસાણા એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા કબજે લઈ ઈમરાનખાન ઉર્ફે રાજુ ઉસ્માનખાન દેલતખાન મલેક અને લક્ષ્મણભાઈ રહે ઉદયપુર બન્ને વિરૂધ્ધ એન.ડી.પી.એસ (એક્ટ 1985ની કલમ 8 સી) (20 બી)(બી 29) મુજબ ગુનો નોંધી એફ.એસ.એલ અધિકારીઓને બોલાવી તપાસ હાથ ધરી છે.