મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યાનો હલ લાવવા માટે ખાસ ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જેમાં મહેસાણા શહેર ટ્રાફ્કિ પોલીસ અને મનપા તંત્રના સંયુક્ત પ્રયાસથી ગેરકાયદેસર કે રસ્તા પર થતા જોખમરૂપ વાહનોના પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા અગાઉ ટ્રાફ્કિ અંગે યોજાયેલ બેઠક બાદ વધુ એકવાર રિવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં મનપાના કમિશનર રવિન્દ્ર ખતાલે અને ડે.ક. એ.બી.મંડોરી તેમજ દર્શનસિંહ ચાવડા અને શહેર ટ્રાફ્કિ પોલીસના PSI રહીમ મીર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ રિવ્યુ બેઠકમાં ખાસ શહેરમાં આડેધડ થતા વાહનોના પાર્કિંગ અંગે ચર્ચા કરી શહેરમાં ટ્રાફ્કિ સેન્સ આવે માટે કમિશનર દ્વારા વિવિધ મુદ્દે કમિટી સભ્યોને કમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં નંબર પ્લેટ વગર કે ઓળખ ન થાય તે રીતે રોંગ પાર્કિંગમાં પડેલા વાહનોને લોક કરવા માટે મનપા દ્વારા ટ્રાફ્કિ પોલીસને પાંચ વ્હીલ લોક આપવામાં આવ્યા હતા. તો વારંવાર આડેધડ વાહન પાર્ક કરવામાં પકડાય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા 3 વાર દંડ વસુલ્યાં બાદ તેમના વાહનનો રિપોર્ટ RTO ને કરી વાહન ચાલકનું લાયસન્સ રદ કરવામાં આવશે.
જ્યારે ટૂંક સમયમાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા ગેરકાયદેસર વાહન પાર્ક કર્તાઓના વાહનો ટોઇંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તો યોગ્ય જગ્યાએ વાહન પાર્કિંગ ન કરનાર 3200 લોકોને ટ્રાફ્કિ પોલીસે ફેટા પાડી કમાન્ડ અને કંટ્રોલ રૂમ થકી ઇ ચલણ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. મનપા દ્વારા જન સુખાકારી માટે ટ્રાફ્કિ મુક્ત મહેસાણા બનાવવાના આ પ્રયાસમાં નાગરિકો પણ સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.