29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: જિલ્લાના 6 કેન્દ્રો પર આજે NEETની પરીક્ષા

Mahesana: જિલ્લાના 6 કેન્દ્રો પર આજે NEETની પરીક્ષા


મહેસાણા જિલ્લાના 1,920 વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા મહેસાણા, કડીના છ કેન્દ્રો ઉપર ગુજરાત નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા રવિવારના રોજ સવારે 11.00 કલાકથી સાંજે 5.30 કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષાનું સંચાલન શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ શાંત અને એખલાસભર્યા વાતાવરણમાં નિર્ભયતાથી કોઇપણ જાતની ગેરરીતિ કરવાના પ્રલોભનમાં દોરવાયા સિવાય પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે. જેગોડા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના 6 કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને ગરમીના કારણે કોઈ પરેશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. નીટની પરીક્ષામાં સુપરવિઝન કરનાર શિક્ષકોને ડીઈઓ કચેરીએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે. જેગોડાએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ મળેલ સત્તાની રૂએ NEET-2025ની પરીક્ષા માટે મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય, વી.આર. કર્વે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ, વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ મહેસાણા, મ્યુ.આર્ટ્સ એન્ડ અર્બન બેન્ક સાયન્સ કોલેજ મહેસાણા, જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણા તેમજ કડી ખાતે એસ.વી. સર્વ વિદ્યાલય સંકુલ એમ કુલ છ કેન્દ્રમાં આ પરીક્ષા લેવાશે. મહેસાણા જિલ્લાના પરીક્ષા સ્થળની આજુબાજુના 300 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિત કે વ્યકિતઓએ દાખલ થવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષા સ્થળની આજુબાજુ 300 મીટરના વિસ્તારમાં પરીક્ષા દરમ્યાન સાયબર કાફે, ઝેરોક્ષ સેન્ટરો, પ્રિન્ટીંગ પ્રેસ બંધ રાખવા તેમજ કોપી રાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે બંધ રાખવા આદેશ કરાયા છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, કેલ્યુકયુલેટર વગેરે, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્થળે લઈ જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમજ પરીક્ષા દરમિયાન ચોરી કરાવવા મદદગારી માટે પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરી શકાશે નહીં. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત વ્યકિતઓ સિવાય અન્ય કોઇ બિનઅધિકૃત વ્યકિતઓ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થઈ શકશે નહીં. આ હુકમનો ઉલ્લંઘન કરનાર શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય