મહેસાણા જિલ્લામા ઓવરલોડ તેમજ પરમીટ વિના સાદી રેતી તેમજ સાદી માટી સહિત ખનીજની ખનન, સંગ્રહ અને વહનની પ્રવૃત્તિને નાથવા માટે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે.જેમા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ રોડ પરથી ઓવરલોડ સાદી રેતીનું વહન કરેલા ત્રણ ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા.ત્રણ ડમ્પર અને સાદી રેતી મળી રૂપિયા 90 લાખનો મુદ્દામાલ નજીકના સલામત સ્થળે રાખી વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડૉ.પ્રતીક શાહ,માઇન્સ સુપરવાઇઝર કરણ સોની સહિત ટીમે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ રોડ પર તપાસ હાથ ધરી હતી.જેમાં ઓવરલોડ સાદી રેતી ભરેલા ત્રણ ડમ્પર ઝડપ્યા હતા.ખાણ ખનીજની ટીમે ડમ્પર અને સાદી રેતી મળી રૂ.90 લાખનો મુદ્દામાલ સીઝ કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યો હતો. મહેસાણા ખાણ-ખનીજ વિભાગ દ્વારા વાહનના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગની કડક કાર્યવાહી પગલે ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરતા લોકોમા ડરની લાગણી પ્રસરી જવા પામી હતી.