પાંચોટ ખાતે રહેતા શખ્સને ચેક રિટર્ન કેસમા મહેસાણા કોર્ટે બે વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો.આરોપીએ પાંચોટ ખાતે જ રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા મિત્ર પાસેથી હાથ ઉછીના રૂ.10 લાખ લીધા હતા, તે નાણાં પરત કરવા આપેલો ચેક બેન્કમાંથી પરત ફરતા આરોપી સામે ફ્રિયાદ નોંધાઈ હતી. સદર કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.
પાંચોટ ખાતે રહેતા તેજસ વિષ્ણુભાઈ પટેલે વર્ષ 2022મા પાંચોટ ખાતે રહેતા અને જમીન લે વેચના ધંધા સાથે જોડાયેલા મિત્ર એવા હાર્દિક અરવિંદભાઇ પટેલ પાસેથી ધંધાર્થે રૂ.10 લાખ છ માસના વાયદે ઉછીના લીધા હતા.
આ નાણાં સમય વિતવા છતાં પરત નહી કરવામાં આવતા આરોપી પાસે નાણાંની ઉઘરાણી કરતા નાણાં પેટે ચેક આપ્યો હતો.તે ચેક બેન્કમા જમા કરાવતા તે પરત ર્ફ્યો હતો.તેથી હાર્દિક પટેલે મહેસાણાના વકીલ ડી.એન.બારોટ મારફ્ત મહેસાણા કોર્ટમા ફ્રિયાદ કરી હતી.સદર ચેક રિટર્નની ફ્રિયાદ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલની દલિલો અને પુરાવા આધારે બીજા અધિક ચીફ્ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ એસ.એલ.મહેતાએ આ કેસના આરોપી તેજસ વિષ્ણુભાઈ પટેલને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકની રકમ રૂપિયા 10 લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.