32 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 19, 2025
32 C
Surat
બુધવાર, માર્ચ 19, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા રૂ.3લાખથી વધારી રૂ.5લાખ કરાઈ

Mahesana: કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા રૂ.3લાખથી વધારી રૂ.5લાખ કરાઈ


કૃષિ અને ગ્રામિણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય બજેટ 2025-26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી.

આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ, 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. ટૂંકાગાળા માટેના ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. કેસીસી સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ 4%ની અસરકારક અનુદાનિત વ્યાજ દર પર ખેડૂતોને લોન આપવામાં આવે છે. કિસાનોને સસ્તી અને સરળ લોન સુલભ થાય તે સુનિશ્ચિત કરવા માટે, આરબીઆઈએ બિન-જામીનવાળી KCC લોન મર્યાદા રૂ.1.6 લાખથી વધારી રૂ. 2 લાખ કરી છે. વધુમાં, કેન્?દ્રીય બજેટ 2025-26 હેઠળ સુધારેલી વ્યાજ સહાય યોજના (MISS) હેઠળ લોન મર્યાદા રૂ.3 લાખથી વધારી રૂ.5 લાખ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ખેડૂતોને વધુ લોન મળતાં કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ કરી શકશે.

ધિરાણની રકમમાં વધારો કરાતાં નાના અને સીમાંત ખેડૂતો પર નાણાકીય ભાર ઓછો થશે અને કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ માટે પ્રોત્સાહન મળશે. સરકારે પાછલા દાયકાઓ દરમિયાન MISS યોજના હેઠળ ખેડૂતોને રૂ.1.44 લાખ કરોડની સહાય પૂરી પાડી છે. આ પહેલ દ્વારા, કૃષિ ક્ષેત્રમાં ટૂંકા ગાળાના ધિરાણને 2023-24ના રૂ.9.81 લાખ કરોડથી વધારી 2029-30 સુધી રૂ.20 લાખ કરોડ સુધી પહોંચાડવાનો સરકારનો લક્ષ્ય છે. જેમ જેમ આ પહેલ સમગ્ર દેશમાં અમલમાં આવશે, તેમ તે કૃષિ ધિરાણની સિસ્ટમમાં નવો દ્રષ્ટિકોણ લાવશે. જેથી જે ખેડૂતો સમયસર અને સસ્તા લોન માટે સૌથી વધુ પાત્ર છે, તેમને તેનો લાભ મળી શકશે. આ વેબિનારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના વિવિધ વિભાગોના સચિવોએ અધ્યક્ષતા કરી હતી. વેબિનારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અનુસૂચિત વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો, રાજ્ય સહકારી બેંકો, જિલ્લા કેન્દ્રિય સહકારી બેંકો, રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિઓ, કૃષિ વિકાસ કેન્દ્રો અને ખેડૂતો જોડાયા હતા. આ વેબીનારમાં ખેડૂતોને લગતી પાક ધિરાણ,એનિમલ હસબન્ડરી, મત્સ્ય ઉદ્યોગ વગેરેની પોસ્ટ બજેટ 2025-26 ની વિવિધ યોજનાઓ અને લાભો મેળવવા માટેનું માર્ગદર્શન વિવિધ વિભાગો દ્વારા પૂરું પાડવામાં આવ્યું. આ વેબીનારમાં મહેસાણા ખાતેની લીડ ડિસ્ટ્રિક્ટ બેંકના એલ.ડી.એમ. મહેશ એસ. ગંગેય, બેંક ઓફ્ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક વિશાલભાઈ પટેલ, નાબાર્ડના ડી. ડી. એમ રાહુલ પાટીલ, જિલ્લાના ખેતીવાડી અધિકારી અનિષભાઈ ભટ્ટ, જિલ્લા મત્સ્યોદ્યોગ અધિક્ષક દિનેશભાઈ પટેલ, પશુપાલન અધિકારી તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તથા જિલ્લાના ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય