29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: કડી મહેસૂલ નાયબ મામલતદાર અને કોમ્પ્યૂટર ઓપરેટર રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા

Mahesana: કડી મહેસૂલ નાયબ મામલતદાર અને કોમ્પ્યૂટર ઓપરેટર રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા


મહેસાણા ACBની ટીમે વધુ એકવાર સફ્ળ ટ્રેપ કરતા કડી મામલતદાર કચેરીના ભ્રષ્ટાચારનો ભાંડો ફેડયો હતો. કડી મામલતદાર કચેરીમાં અરજદાર પાસે નોંધ મંજુર કરાવવા માટે મહેસુલ ના.મામલતદારે 20 હજારની લાંચ માંગી હતી. જ્યારે લાંચ પેટે 10 હજાર રૂપિયા લેતા કોમ્પ્યુટર ઓપરેટર અને ના.મામલતદારને બંનેને ACBએ દબોચી લીધા હતા.

મહેસાણા જિલ્લાના કડી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ભારે બુમરાડ ઉઠી હતી. સ્થાનિકોએ આ અંગે કડીના ધારાસભ્ય રજુઆત કરતા અગાઉ મામલતદાર કચેરી ભ્રષ્ટાચાર મામલે ભારે વિવાદમાં આવી હતી. જોકે લાંબા સમયથી કચેરીની આ પ્રથા ચાલુ રહી હોય તેમ મહેસાણા ACBએ ડિકોયરની મદદથી કડી મામલતદાર કચેરીના ભ્રષ્ટાચારનો ભાંડો ફેડયો હતો. જેમાં અરજદાર પાસે જમીનની નોંધ મંજુર કરાવવા મામલે કડી મામલતદાર કચેરીની મહેસુલ શાખામાં પાંચથી લઈ 25 હજાર સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની બુમરાડ વચ્ચે મહેસાણા ACB એ ડિકોયરની મદદ થી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં અરજદાર પાસે નોંધ મંજુર કરાવવા માટે લાંચીયા નાયબ મામલતદાર વિપુલ મનુભાઈ પ્રજાપતિ (ઉ.વ. 40) વાળાએ 20 હજારની માંગણી કરી હતી. નાયબ મામલતદાના કહેવા થી કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ મનોજકુમાર ભાવસાર (ઉ.વ.26) વાળાએ લાંચના પ્રથમ 10 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ આવ્યો હતો. જે આધારે ACBએ સફ્ળ ટ્રેપમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર બન્નેને ઝડપી પાડી ગુનો નોંધી બન્નેના ભ્રષ્ટાચારની કુંડળી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

કચેરીઓમાં 3-3 વર્ષથી અધિકારીઓના ધામા હોવાથી અરજદારો પરેશાન

કડી મામલતદાર કચેરીમાં લાંચ કેસમાં ઝડપાયેલા ના.મામલતદાર વિલુલ પ્રજાપતિ અને તે ઉપરાંતના કેટલાક અધિકારીઓ કચેરીઓમાં ત્રણ ત્રણ વર્ષથી ધામાં નાખેલા હોવાથી ત્યાં સતત ભ્રષ્ટાચારનો માર અરજદારો સહન કરી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓથી કચેરી પર આવતા અરજદારો પણ પરેશાન બન્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય