29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: શાળા નં.1માં સ્માર્ટ કોમ્પ્યૂટર લેબોરેટરીનું ઉદ્ઘાટન

Mahesana: શાળા નં.1માં સ્માર્ટ કોમ્પ્યૂટર લેબોરેટરીનું ઉદ્ઘાટન


મહેસાણા શહેરમાં ટી.જે.હાઈસ્કૂલની સામે આવેલ જિલ્લા પંચાયત હસ્તકની સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નં.1માં સ્માર્ટ કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં સ્માર્ટ કમ્પ્યુટર લેબોરેટરી પૂરી પાડવા માટે રાજયમાં આ પહેલ કરવામાં આવી છે. પ્રયોગ શાળામાં બાળકો અને શિક્ષકોને ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પુરું પાડવા માટે અદ્યતન કમ્પ્યુટર્સ અને ઈન્ટરેકિટવ પેનલ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. 15થી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર લેબોરેટરનો ઉપયોગ કરી શકશે.

1લી મેએ અંગ્રેજી માધ્યમ શાળા નં.1માં સ્માર્ટ કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાતાં વિદ્યાર્થીઓને ઈ-લર્નિંગ અને ટેકનોલોજી સાથે જોડતી અદ્યતન કોમ્પ્યુટર લેબની ભેટ અર્પણ કરાઈ છે. શાળાના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરથી પાવરપોઈન્ટ, એમએસઓફિસ, એકસેલ સરળતાથી શીખી શકશે. ર્ડા.બનવારીલાલે જણાવ્યું હતું કે, ઈ-લર્નિંગ અને ટેકનોલોજી સાથે જોડાવાથી ભવિષ્યના વાહકને ઉન્નત બનાવવું અને આવનારા ભવિષ્યમાં નોકરીઓ મેળવવી સરળ બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને સ્માર્ટ શિક્ષણ આપણા વિક્ષિત ભારત 2047 મિશન પૂર્ણ કરવામાં મદદ કરશે. કમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન પ્રસંગે ઓએનજીસી ટેરી બાયોટેક લિ.ના એમડી ર્ડા.બનવારીલાલ, ઈડી એસેટ મેનેજર સુનિલકુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. શરદભાઈ ત્રિવેદી, ટીપીઓ કૌશિકભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય