મહેસાણ શહેરના પાંચ લીમડી વિસ્તારમાં આવેલ કૃષ્ણ શોપિંગ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શોપિંગ સેન્ટરમાં રહેલ દુકાન નં 4 અને 5 પાંચના શટરમાં એકાએક ધુમાડા નીકળવા લાગતા ત્યાં હાજર લોકોમ દોડધામ મચી જવા પામી હતી. જોકે દુકાનના શટરમાં આગ લાગી હોવાની જાણ મહેસાણા ફાયર કંટ્રોલ રૂમને કરતા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પાણીનો મારો ચલાવી શટરમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. સમયસર આગ બુઝાઈ જતા દુકાનોને મોટા નુકસાનીથી બચાવી લેવાઈ હતી.