32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: દેદીયાસણ GIDCમાં કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે કરી કામગીરી

Mahesana: દેદીયાસણ GIDCમાં કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે કરી કામગીરી


ગુજરાતના ઘણા સ્થળો પર આગની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જેના લીધે મોટું નુકસાન થાય છે. ગોડાઉન, વેસ્ટ મટિરિયલમાં ઘણીવાર આગ લાગવાથી આગ મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે.જેના લીધે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. આગના ઘણા બનાવોમાં લોકોના જીવ પણ જાય તેવી ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે મહેસાણાના દેદીયાસણ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં આગની ઘટના બની હતી. જેના લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

મહેસાણામાં કલર કંપનીમાં આગ લાગી

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાના દેદીયાસણ જીઆઈડીસીમાં આવેલી કલરની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના લીધે ભાગદોડ મચી જવા પામી હતી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ખૂબ જ નાસભાગ મચી ગઈ હતી. તેમજ લોકોએ આગને બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ભીષણ આગ લાગતા કંપનીમાં લાખો રુપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. જેના લીધે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

આગનું કારણ જાણી શકાયું નથી

મહેસાણાના દેદીયાસણ જીઆઈડીસી સ્થિત કલર કંપનીમાં આગ ફાટી હતી. જેની જાણ કંપની સંચાલકોએ તાત્કાલિક મહેસાણા ફાયર ટીમને જાણ કરી હતી. જે ઘટનાની જાણ થતા મહેસાણા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને ફાયર ટીમે આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના લીધે કંપનીમાં મોટા પાયે નુકસાન થયું હતું.તો આગ કેમ લાગી એ જાણવા મુદ્દે આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય