30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: હીટવેવની સંભાવનાના પગલે તમામ વિભાગને એલર્ટ

Mahesana: હીટવેવની સંભાવનાના પગલે તમામ વિભાગને એલર્ટ


એક સપ્તાહથી રાજ્ય સહીત સમગ્ર મહેસાણા જિલ્લામા ગરમી અને તાપથી જિલ્લાવાસીઓ અકળાઈ ઊઠયા છે.તો આગામી દિવસોમાં હિટવેવની સંભાવના સેવાઇ રહી છે.ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે.તો હિટવેવથી બચવા જિલ્લાના મહત્વના વિભાગોને ફરજના સ્થળ પર પાણી, ઓઆરએસ, પ્રાથમિક સારવારની કીટ સહિતની વ્યવસ્થા ઊભી કરવા તાકીદ કરવામાં આવી છે.તો હિટવેવ સમયે જિલ્લાવાસીઓએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહી.બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી ઘરમાં કે સલામત સ્થળે રહેવા અપીલ કરાઈ છે.

રાજય સહિત મહેસાણા જિલ્લામા ધીરે ધીરે ગરમી રૌદ્ર રૂપ ધારણ કરી રહી છે. તો ગરમીની સિઝનમાં આગામી દિવસોમાં હિટવેવની શક્યતા પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના મોટા ભાગના વિભાગોને હિટવેવને ધ્યાને લઈ તકેદારી રાખવા તથા કાર્યવાહી કરવા પરિપત્ર કર્યો છે. જેમાં સૂચવાયેલા પગલાંઓને અનુસરવા તથા ખાસ સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉનાળાની સિઝનનો પ્રારંભ થતા કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા જિલ્લામાં મનરેગાના કામ થતાં હોય ત્યાં આરામ શેડ,પીવાનું સ્વચ્છ પાણી, હેલ્થ ચેકઅપ, ઓઆરએસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવો, તો શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને શિક્ષકોની મદદથી હિટવેવની સમજણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવી, તો વન વિભાગને વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ પર પાણીની વ્યવસ્થા, જરૂરી દવા, રેસ્ટિંગ શેડની વ્યવસ્થા કરવી, પાણી પુરવઠા વિભાગ,પશુપાલન વિભાગ,મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે શેડ અને પાણીની વ્યવસ્થા કરવી આ સહિત અન્ય વિભાગોને પણ જરૂરી વ્યવસ્થા કરવા તાકીદ કરાઇ હતી.જ્યારે પોલીસ વિભાગને હિટવેવથી બચવા આગોતરું આયોજન કરવા તાકીદ કરી હતી.

કઠિન પરિશ્રામવાળા કામ દિવસે ઠંડકના સમયે કરવા અનુરોધ કરાયો

મહેસાણા જિલ્લામા આગામી સમયમાં હિટવેવની શક્યતા જોવાઈ રહી છે.ત્યારે કામના સ્થળે કામદારો તેમજ નોકરીદાતાઓએ

પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી,શુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ.,બરફ્ના પેક,પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવાની જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સલાહ અપાઈ છે.તો સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે કરવાની પણ સૂચના આપવામા આવી છે.

ફ્લ્ડિમાં કામ કરતા પોલીસ કર્મીઓને હીટવેવ દરમિયાન સાવચેતી રાખવા તાકીદ

મહેસાણા જિલ્લામાં ફ્લ્ડિમાં ફરજ બજાવતા ટ્રાફ્કિ પોલીસ, હોમ ગાર્ડ, જીઆરડી જવાન સહિત કર્મચારીઓ જે ફ્લ્ડિમાં હોય છે.તેઓએ જરૂરી આરોગ્યલક્ષી ઓઆરએસ, દવાઓ,પાણી વગેરે સાથે રાખવા સૂચના આપવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય