27 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: ઊંઝા તાલુકાના ટુંડાવ શિહી જવાના રોડ ઉપર પીકઅપ ડાલુ પલટી ગયું

Mahesana: ઊંઝા તાલુકાના ટુંડાવ શિહી જવાના રોડ ઉપર પીકઅપ ડાલુ પલટી ગયું


ઊંઝા તાલુકાના ટુંડાવ થી શીહિ જવાના રોડ ઉપર રાત્રિના સમયે પસાર થઈ રહેલ પીકઅપ ડાલુ વચ્ચે અચાનક માર્ગમાં કુતરું આવતા બ્રેક મારતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડાલુ પલટી ખાઈ જતા એક મજૂરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્યને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાન અને હાલ નવું કૃષ્ણપરુ ખાતે રહેતા ગજેન્દ્ર હિરાલાલ મીણા મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ પીકઅપ ડાલુ લઈ રાત્રિના ઊંઝાથી જીરુ વરિયાળી ભરી ટુંડાવ ફેક્ટરીએ ગયા હતા બાદમાં પરત ફરી રહ્યા હતા પીકઅપ ડાલુ કિશન ભવરલાલ મીણા ચલાવી રહ્યો હતો. ટુંડાવ શિહિ રોડ ઉપર અચાનક માર્ગમાં કુતરું આવતા ડ્રાઈવરે બ્રેક મારતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ડાલુ પલટી ખાઈ જવા પામ્યું હતું. જેમાં ભેરો ઉફે ભેરોલાલ મીણા રહે રાજસ્થાનને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પ્રકાશ મીણાને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ગજેન્દ્રના નિવેદને આધારે પીકઅપ ડાલુના ચાલક કિશનલાલ મીણા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય