30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: જિલ્લામાં બે પગવાળા 746 આખલા 151 હેક્ટર ગૌચર ગળી ગયા

Mahesana: જિલ્લામાં બે પગવાળા 746 આખલા 151 હેક્ટર ગૌચર ગળી ગયા


મહેસાણા જિલ્લામાં 746 બે પગવાળા આખલા 151 હેક્ટર ગૌચર ગળી ગયા છે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા જાન્યુઆરી 2025માં કરાયેલ દબાણના સર્વેની વિગતો મુજબ 10 તાલુકાઓમાં 746 દબાણકર્તાઓ દ્વારા 151-30-14 હેક્ટર જમીનમાં ખેતીની સાથે સાથે કાચા અને પાકા મકાનો પણ તાંણી બાંધવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં દરેક તાલુકાની ટીમો દ્વારા કરાયેલ સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 151 હેક્ટર પૈકી 95 હેક્ટર જમીનમાં દબાણ કર્તાઓ વાડ કરી આંતરી લઈ ખેતી કરી રહ્યા છે. સરકારી ગૌચરમાં કબજો કરવો તે ગુનો હોવા છતાં આવા બે ફિકરા દબાણકર્તાઓ ગૌચરની જમીનમાં બિન્દાસ્ત ખેતી કરી રહ્યા છે. જ્યારે 475 જેટલા દબાણકર્તાઓએ 56 હેક્ટરમાં કાચાં-પાકાં મકાન બાંધી કાઢયા છે.

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા એકત્ર કરાયેલા આ આંકડામાં દબાણ કરવામાં મહેસાણા તાલુકો મોખરે છે. મહેસાણા તાલુકાના 158 જેટલા દબાણકારોએ 72 હેક્ટર ગૌચર જમીન ઉપર કબજો જમાવી દીધો છે. જેમાં માત્ર 11 દબાણકારોએ જ 43.26 હેક્ટર જેટલી માતબર ગૌચર જમીન પચાવી પાડી તેમાં બાપાનો બગીચો હોય તેમ વાવેતર શરૂ કરી દીધું છે. જયારે 147 જેટલા દબાણ કારોએ 25.43 હેકટર જમીનમાં તબેલા અને કાચા-પાકા મકાનો બાંધી કાઢયા છે.

મહેસાણા તાલુકા ઉપરાંત જોટાણા તાલુકામાં પણ 62 દબાણકારોએ 25 હેકટર જમીન પચાવી પાડી છે. જેમાં 28 જેટલા દબાણકારોએ 17.62 હેકટર ગૌચર જમીનમાં ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. તો 34 દબાણકારોએ 7.43 હેકટર ગૌચરમાં કાચા-પાકા મકાનો બાંધી કાયમી કબજો કરી દીધો છે. આવી જ સ્થિતી ખેરાલુ તાલુકાની છે. ખેરાલુ તાલુકામાં 127 દબાણ કર્તાઓએ 39 હેકટર ઉપર કબજો કરી લીધો છે. જેમાં 66 દબાણકારોએ 29.85 હેકટર જમીનમાં ખેતી શરૂ કરી દીધી છે. જયારે 61 દબાણકારોએ 9.18 હેકટર ગૌચર જમીનમાં કાચા-પાકા મકાનો બાંધી દીધા છે. જયારે કડીમાં 14 દબાણકારોએ 6.50 હેકટર, બેચરાજીમાં 3 લોકોએ 33 ગુંઠા, ઊંઝામાં 42 વ્યકિતઓ 61 ગુંઠા, વિસનગરમાં 325 દબાણકારોએ 6.43 હેકટર ગૌચર જમીનમાં દબાણો કરી દીધા છે. વિજાપુર તાલુકામાં 13 વ્યકિતઓએ 1.29 હેકટર અને વડનગરમાં 2 વ્યકિતઓએ 9 ગુંઠા જમીન ઉપર દબાણો કર્યા હોવાનું અહેવાલ સામે આવ્યો છે.

જિલ્લાના 610 ગામોમાં 19,074 હેકટર ગૌચર જમીન રેકર્ડ ઉપર આવી છે

મહેસાણા જિલ્લાના કુલ 610 ગામોમાં 19074 હેકટર ગૌચર જમીન રેકર્ડ ઉપર છે. મહેસાણા જિલ્લામાં 10 તાલુકામાંથી 65 ગામોમાં 825 દબાણકર્તાઓએ 151-85-24 હેકટર ક્ષેત્રફળમાં ગૌચર ઉપર ડિસેમ્બર-2024 સુધીમાં દબાણ કર્યું હતું. જેમાં જાન્યુઆરી માસમાં એક જ ગામમાં 83 દબાણકારોએ 41 ગુંઠા જમીન ઉપર કબજો જમાવી દીધો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ દબાણો પૈકી 10 ગામોના 162 દબાણકર્તાઓ પાસેથી 96 ગૂંઠા જેટલું ગૌચર ખુલ્લુ કરાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, જાન્યુઆરી 2025ના અંતિતે 60 ગામોના 746 દબાણકારો પાસે 151-30-14 હેકટર ગૌચર જમીનનું દબાણ ખુલ્લુ કરવા માટે જિલ્લા પંચાયતે ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય