30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: મહેસાણામાં સવા મહિના દરમિયાન હીટવેવથી 37લોકો બીમાર પડયા

Mahesana: મહેસાણામાં સવા મહિના દરમિયાન હીટવેવથી 37લોકો બીમાર પડયા


મહેસાણા જિલ્લામા ગરમી તેના જૂના રેકોર્ડ તોડી રહી હોય તેવું રૌદ્ર રૂપ સવા મહિનાથી બતાવી રહી છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકોને હિટવેવથી બચવા સૂચના આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં 1 માર્ચથી 10 એપ્રિલ સુધી હિટવેવથી 37 લોકો બીમાર પડયા હતા.

જેમા તાવના દર્દીઓ સૌથી વધારે જોવા મળ્યા છે. તો ઝાડા-ઊલ્ટી અને હિટવેવના કારણે બેભાન થઈ જવાના પણ દર્દીઓ સામે આવ્યા છે.તો તમામ દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે હિટવેવથી બિમારીના કેસ વધવાની પણ સંભાવના સેવાઇ રહી છે.

મહેસાણા જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રહીશો ગરમીથી તૌબા પોકારી રહ્યા છે, તો તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે જિલ્લાના તાલુકા મથકો વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણ, ઊંઝા, બેચરાજી, મહેસાણા, કડી, વિજાપુર, જોટાણામાં પણ હિટવેવથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જિલ્લામાં ગરમીએ કહેર વરસાવતા લોકો તેનાથી બચવા અનેક પ્રયોગો પણ અજમાવી રહ્યા છે.આકરી ગરમીથી પશુ-પક્ષીઓ પણ પરેશાન થયા છે.

મહેસાણા જિલ્લામાં માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત સાથે હિટવેવનો પણ પ્રારંભ થયો હતો.હિટવેવ દરમિયાન ચક્કર આવવા, તાવ, ઝાડા-ઊલ્ટી અને બેભાન થઈ જવાના કેસ વધી જતાં હોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પહેલી માર્ચથી 10 એપ્રિલ દરમિયાન હિટવેવથી 39 લોકો બીમાર પડતાં 108ની ટીમો દ્વારા ઉક્ત દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

10 દિવસમાં 17 દર્દીઓ હીટવેવનો ભોગ બન્યા

આ અંગે 108ના અધિકારી કમલેશ પઢિયારના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન હિટવેવથી બીમાર થયેલા 37 દર્દીઓને સારવાર અર્થે ખસેડી જવજીવન આપ્યું હતું. માર્ચ મહિનામાં 20 જ્યારે 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી માત્ર દશ દિવસ દરમિયાન 17 લોકો હિટવેવથી બીમાર પડયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય