વડોદરામાં મહાત્મા ગાંધીની પ્રતિમા લીલ જામી જવાથી ચમક ગાયબ થતા હાલત બદતર

0

[ad_1]

Updated: Jan 25th, 2023


– રંગ ઉખડી રહ્યો છે, પોપડા નીકળે છે

– 30મીએ ગાંધી નિર્વાણ દિન પહેલા પ્રતિમા પોલીશ કરવી જરૂરી  

– સયાજીરાવની કાલાઘોડા પ્રતિમાની હાલત પણ ખરાબ

વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવશે ત્યારે મહાત્મા ગાંધીને અચૂક યાદ કરવામાં આવશે. ચાર દિવસ બાદ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં ગાંધી નગરગૃહની બહાર મૂકેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની હાલત સુધારવા તેની જાળવણી કરવા કોઈ પરવા નથી. વડોદરામાં ઠેક ઠેકાણે મહાન વિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તેની કાળજી લેવામાં આવતી નથી .જેના કારણે આ પ્રતિમાઓની હાલત બદતર બની છે. ગાંધી નગરગૃહની બહાર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ પ્રતિમા પરથી પોપડા ઉઘડી ગયા છે અને રંગ પણ ઉખડી ગયો છે. પ્રતિમા ઉપર લીલ જામી ગઈ છે. જેના કારણે આખી પ્રતિમા લીલી દેખાય છે. ગઈ બે ઓક્ટોબરે ગાંધી જયંતી હતી ત્યારે તેના બે દિવસ અગાઉ વડોદરા કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરી હતી કે ગાંધીજીની પ્રતિમાને બીજી ઓક્ટોબરે પુષ્પહાર અર્પણ કરીને અંજલી અપાય તે પૂર્વે ઠીક ઠાક કરવી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. હાલ તિરંગાઓની વચ્ચે ગાંધીજીની પ્રતિમા ઉપર લીલ થઈ જવાના કારણે લીલા રંગની સ્પષ્ટ જોઈ શકાય છે .તારીખ 30 જાન્યુઆરી પહેલા પ્રતિમાને પોલીશ કરવી જરૂરી છે. આવી જ હાલત વડોદરા ના રાજવી સયાજીરાવ ગાયકવાડની અશ્વારૂઢ કાલાઘોડા પ્રતિમાની પણ છે .આ પ્રતિમા પરથી પોપડા ઉખડી રહ્યા છે ,અને લીલ થઈ જવાથી લીલા રંગની દેખાય  છે. શહેરમાં આવી હાલત બીજી પ્રતિમાઓની પણ છે. જોકે કોર્પોરેશનનું તંત્ર એવું જ કહે છે કે મહાન વિભૂતિઓની પ્રતિમાઓની જાળવણી સંદર્ભે કોઈ કચાશ રચાશે નહીં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *