27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશMaharashtra: કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત બગડી

Maharashtra: કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત બગડી


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાને 7 દિવસ વીતી ગયા છે, પરંતુ CMને લઈને પેચ હજુ પણ ફસાયેલો છે. 5 ડિસેમ્બરે શપથગ્રહણ થવા જઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી તરીકે શપથ કોણ લેશે એ અંગે હજુ પણ સસ્પેન્સ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ સંભાળવા તૈયાર છે, પરંતુ ગૃહ મંત્રાલય પર અડગ છે. 29 નવેમ્બરે શિંદે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ મુંબઈ પરત ફર્યા હતા અને તમામ કાર્યક્રમો રદ કરીને તેમના ગામ સતારા જવા રવાના થયા હતા. ગામમાં તેમની તબિયત બગડી છે. મુંબઈથી ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે.

દરમિયાન ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બે દિવસ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરે નક્કી થયેલી બેઠક હવે 3 ડિસેમ્બરે યોજાશે. આ દિવસે દિલ્હીથી બે નિરીક્ષક મુંબઈ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ સત્તાવાર રીતે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.

દરમિયાન ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બે દિવસ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરે નક્કી થયેલી બેઠક હવે 3 ડિસેમ્બરે યોજાશે. આ દિવસે દિલ્હીથી બે નિરીક્ષક મુંબઈ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ સત્તાવાર રીતે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે.

શિંદેએ ભાજપને ત્રણ વિકલ્પ આપ્યા અમિત શાહ સાથે એકનાથ શિંદેની અંતિમ વાતચીત સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સમાધાનની ફૉર્મ્યુલા ઑફર કરી છે, જેમાં તેમણે ત્રણ વિકલ્પ આપ્યા હતા, જેમાંથી ભાજપે એક રસ્તો પસંદ કરવાનો છે.

એકનાથ શિંદેનો પ્રથમ પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકનાથ શિંદેએ અમિત શાહ સમક્ષ પોતાની વાત મૂકી હતી કે વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવી હતી, આથી મહિલા મતદારો, મરાઠાઓ અને અન્ય પછાત વર્ગોનો સહકાર મળ્યો. લાડલી બહેન યોજના, અનામતનો નિર્ણય, અને વિવિધ સમુદાયો મટે સહકારી સંસ્થાઓની રચનાના કારણે મહાયુતિની જીત થઈ હતી. જેથી તેમને ફરી મુખ્યમંત્રી બનાવવા જોઈએ.

શિંદેનો બીજો વિકલ્પ

એકનાથ શિંદેએ બીજો વિકલ્પ આપ્યો છે કે જો તેમને સીએમ બનાવવામાં ન આવે તો તેમને ગૃહ, નાણાં અને મહેસૂલ વિભાગ આપવામાં આવે. જો તેમને આ વિભાગો આપવામાં આવે અને ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ વાંધો નથી અને રાજ્યમાં સત્તાનું સંતુલન પણ જળવાઈ રહેશે. તેમણે કહ્યું હતું કે તેમને ઉપમુખ્યમંત્રી પસંદ કરવાની સત્તા સોંપવામાં આવે.

ત્રીજી શરત

વધુમાં શિંદેએ ત્રીજી શરત રજૂ કરતાં કહ્યું હતું કે આ ત્રણેય વિભાગ શિવસેનાને સોંપવામાં નહીં આવે તો તેમનો પક્ષ સરકારનો હિસ્સો નહીં રહે. શિવસેના રાજ્યમાં બહારથી સમર્થન આપશે અને પક્ષના સાત લોકસભા સાંસદ પણ હિન્દુત્વ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને બહારથી સમર્થન આપશે.

વાત ગૃહ અને નાણાં મંત્રાલય પર અટકી

સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદ છોડવાના કિસ્સામાં શિવસેનાએ ગૃહ અને નાણાં મંત્રાલય પર દાવો કર્યો છે, જોકે ભાજપ ગૃહ અને અજિત પવાર નાણાં મંત્રાલય છોડવા માગતા નથી. શિવસેનાની દલીલ છે કે એકનાથ સરકારમાં ગૃહ મંત્રાલય નાયબ મુખ્યમંત્રી ફડણવીસ પાસે હતું. આ મુજબ જો શિંદે ડેપ્યુટી સીએમ બને છે તો તેમને ગૃહ મંત્રાલય મળવું જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય