મહા સુદ એકમને રવિવાર, શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ, જાણો રાશિફળ

0

[ad_1]

વિક્રમ સંવત ૨૦૭૯. મહા સુદ એકમ. રવિવાર, મહા માસ શરૂ. શુક્ર કુંભ રાશિ પ્રવેશ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ

આપની મહત્ત્વની કામગીરીને આગળ ધપાવવા અનુભવની મદદ લેવી પડે, ખર્ચ અટકાવજો, તબિયત જાળવજો.

વૃષભ રાશિ

આપની ગણતરી ઊંધી ન વળી જાય તે જોજો, જાગૃત રહી આગળ વધવા સલાહ છે. ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.

મિથુન રાશિ

સંજોગોના દોશ નહીં પણ ધ્યાન પરિશ્રામના દોષે કોઈ રૂકાવટ આવી શકે, નાણાભીડ.

કર્ક રાશિ

ધીમે ધીમે સફળતા અને પ્રગતિનો અહેસાસ થતો લાગે, પ્રયત્નો અધૂરા ન રહે તે જોજો, ખર્ચ.

સિંહ રાશિ

માનસિક તણાવ અને બોજ હળવો કરવાનો માર્ગ મળે, સફળતાની આશા સર્જાય, જરૂરી મદદ ઊભી થાય.

કન્યા રાશિ

શાંત વલણ અને સમાધાનવૃત્તિ મદદરૂપ બને, વ્યવસાયિક ક્ષેત્રે તક મળે, સાનુકૂળતા સર્જાય.

તુલા રાશિ

અગમચેતી જાગૃતિ જરૂરી માનજો, અંધારે આગળ ન વધવું, વિઘ્ન જણાય.

વૃશ્ચિક રાશિ

ધીરજની કસોટી થતી જણાય, નાણાભીડ વધતી લાગે, ગૃહજીવનમાં સંવાદિતા રાખજો.

ધન રાશિ

આપની નોકરી-વ્યવસાયની વ્યસ્તતા વધે, ફળ વિલંબિત થાય, વિવાદથી દુર રહેજો.

મકર રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ મેળવી શકશો, તબિયત સાચવવી, નાણાભીડ રહે.

કુંભ રાશિ

માનસિક ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સુધરે, ખર્ચનો પ્રસંગ, પ્રવાસની તક મળે.

મીન રાશિ

ધીરજ કુનેહપૂર્વક કાર્ય કરી સફળતા મેળવી શકશો, માનસિક તાણ દૂર થાય, ખર્ચ વધશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *