કોરોનામાં ફેફસા નબળા પડયા, સરકારે TB સામે લડવા જગ્યા પુનઃજીવિત કરી

0

[ad_1]

  • સંયુક્ત નિયામક-TBની જગ્યા 8 વર્ષ પૂર્વે રદ થઈ હતી
  • વધતા પ્રદૂષણ, ધુમ્રપાનને કારણે વર્ષ 2025 સુધીમાં TB મૂક્ત ગુજરાત અશક્ય
  • અમદાવાદ સમેત ચાર ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્વસન તંત્રની બિમારી

ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ટી.બી.ઉન્મૂલનનો લક્ષ્યાંક ગુજરાતને આપ્યો છે. પરંતુ, કોવિડ-19 મહામારી અને વધતા પ્રદૂષણ તેમજ ધુમ્રપાનને કારણે ટી.બી.ના દર્દીઓ વધી રહ્યા છે. આ સ્થિતિમાં વર્ષ 2025માં ગુજરાતનું ટી.બી.મુક્ત કરવાનો લક્ષ્યાંક સિધ્ધ થઈ શકે તેમ નથી. આથી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વર્ષ 2014માં મહેકમમાંથી રદ્દ કરેલી સંયુક્ત નિયામક-ટી.બી.ની જગ્યાને પુનઃજીવિત કરવાની ફરજ પડી છે.

આરોગ્ય વિભાગે ગત સપ્તાહે ઉપરોક્ત નિર્ણય લીધો હતો. જેમાં કહેવાયુ છે કે, ટી.બી. અને લેપ્રસીના ઉન્મૂલન માટે ફેબ્રુઆરી- 1974 સુધી આસિસ્ટન્ટ ડારેક્ટર ઓફ પબ્લીક હેલ્થની જગ્યા ઉભી કરી હતી. બાદમાં માર્ચ- 2001માં આ મદદનીશ નિયામકની જગ્યાને અપગ્રેડ કરીને નાયબ મદદનીશ (ટી.બી.) તરીકે અપગ્રેડ કરાઈ હતી. પરંતુ તે વેળા આ ટી.બી. નિયંત્રિત ન થતા કામગીરીને સઘન બનાવવા આ જગ્યાને પણ અપગ્રેડ કરીને સંયુક્ત મદદનીશ સ્તરે લઈ જવાઈ હતી.

અમદાવાદ સમેત ચાર ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્વસન તંત્રની બિમારી

કોવિડ-19ની મહામારી પૂર્વે ટી.બી.થી પીડાતા દર્દીઓની સંખ્યા બે લાખથી ઘટીને દોઢ લાખે પહોંચી હતી. પરંતુ, વધતા પ્રદુષણ, ધુમ્રપાન, ખાણકામ, હાઈવે, નહેરો અને રેલ્વેના વિકાસ કામો તેની સામે ગુજરાતમાં સતત ઘટતા વનાચ્છાદિત ક્ષેત્રોને કારણે શ્વસન તંત્રની ગંભીર બિમારીના કેસ વધ્યા છે. સરકારે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં વર્ષ 2014-15થી 2020- 21 સુધીના પાંચ વર્ષમાં અમદાવાદના ત્રણ વિસ્તારો તેમજ વાપી અને વસલાડના આઠ, અંકલેશ્વરના ચાર એમ કુલ મળીને 15 ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવેલી હોસ્પિટલોમાં દમ, શ્વાસનળીનો સોજો અને શ્વસનતંત્રની તીવ્ર ચેપવાળા 80,443 દર્દીઓ મળી આવ્યાનું જાહેર થયુ હતુ. આમ, આ ચાર શહેરો અને તેની ફરતે આવેલા ઔદ્યોગિક ક્ષેત્રોમાં ટી.બી.ના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *