લોટના મોહતાજ પાકિસ્તાને 6 મહિનામાં 1.2 અબજ ડોલર કાર પાછળ ખર્ચ્યા

0

[ad_1]

  • પાકિસ્તાને મોંઘી કારની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો
  • પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કે જીવનજરૂરી ચીજોની આયાત ઘટાડી
  • ડિસેમ્બરમાં જ પરિવહન ક્ષેત્ર માટે 14.07 કરોડ ડોલરની આયાત

પાકિસ્તાન સરકારે મોંઘી કારની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેતા મોટાપાયે વૈભવી કારની આયાત કરાઈ છે. પાકિસ્તાને વિદેશી હૂંડિયામણ ભંડારમાં ભારે ઘટાડા વચ્ચે છેલ્લા 6 મહિનામાં 1.2 અબજ ડોલરની મોંઘી કારો, અત્યાધુનિક ઇલેક્ટ્રિક વાહનો અને તેમના પાર્ટ્સની આયાત પાછળ ખર્ચ્યા છે. તે પણ એવા સમયે કે જ્યારે દેશ આટા, દાળ અને તેલનો મોહતાજ છે. એક તરફ પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કે જીવનજરૂરી ચીજોની આયાત પણ ઘટાડી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના એક અગ્રણી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિવહન વાહનો તથા અન્ય ચીજોની આયાતમાં કાપ છતાં દેશનું અર્થતંત્ર મોંઘી લક્ઝુરિયસ કાર્સ તથા જીવનજરૂરી ન હોય તેવી ચીજોની આયાત પર થતા ખર્ચને કારણે દબાણમાં છે. ગંભીર આર્થિક સંકટ વચ્ચે હાલની સરકારે મોંઘી કાર્સની આયાત પર પ્રતિબંધ હટાવી લીધો છે, જે ડોલરમાં ખર્ચનું મુખ્ય કારણ બન્યું છે. એકલા ડિસેમ્બર મહિનામાં જ પરિવહન ક્ષેત્ર માટે 14.07 કરોડ ડોલરની આયાત કરાઇ, જેમાં 4.75 કરોડ ડોલરની કાર્સની આયાત પણ સામેલ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *