દારૂની ૧૧૨ બોટલો કબ્જે કરાઈ, એક બુટલેગર ઝડપાયો એક નાસી ગયો
ગાંધીધામ : ગાંધીધામનાં બે અલગ અલગ વિસ્તારમાં પોલીસે બે દરોડા પાડી કુલ ૪૩ હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયા હતો. જેમાં મહેશ્વરીનગરનાં મકાનમાંથી ૫૯ બોટલ અને ભારતનગરનાં મકાનમાંથી ૫૩ બોટલ કબ્જે કરી એક બુટલેગરની ઝડપી લીધો હતો જ્યારે એક નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતો નિતેશ ઉર્ફે નીતિન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના કબ્જાનાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે મકાન પર દરોડો પાડી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૫૭ બોટલો જેની કિંમત રૂ.