ગાંધીનગર: વસ્ત્રાપુર લેકની જેમ વાવોલ તળાવનું કરોડોના ખર્ચે નિર્માણ થશે

0

[ad_1]

  • અમદાવાદના વસ્ત્રાપુર લેકની જેમ આ વિસ્તારનું મેકઓવર કરાશે
  • વાવોલ તળાવને 12.46 કરોડના ખર્ચે વિકસાવવાની દરખાસ્ત મંજુર
  • તળાવમાં ખદબદતી ગંદકી ઉલેચાશે, લોકોને હરવા-ફરવાનું સ્થળ મળશે

કોર્પોરેશનની કારોબારીમાં વાવોલ તળાવને 12.46 કરોડના ખર્ચે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. આ તળાવને અમદાવાદના વસ્ત્રાપુર લેક વિસ્તારની જેમ હરવા-ફરવાનું સ્થળ બનાવવામાં આવશે. વાવોલ ડે. મેયરનો મતવિસ્તાર ગણાય છે. તેને લઈને આ વખતે વાવોલ તળાવના વિકાસને પ્રાધાન્ય મળી જવા પામ્યું છે. છેલ્લા ઘણા સમયથી વાવોલ તળાવને વિકસાવવાની માગ હતી, આ સાથે વાવોલ તળાવનો ઉદ્ધાર શક્ય બનશે.

વાવોલ તળાવને વિકસાવવા માટે દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપનીના અંદાજિત કિંમત કરતાં 3.18 ટકા ટેન્ડર ઉંચુ આવ્યું હોવા છતાં તેને મંજુર કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા 12.07 કરોડની અંદાજિત કિંમત મૂકવામાં આવી હતી. તેની સામે એલ-1 આવેલી દેવર્ષ એજન્સીએ 12.46 કરોડ ઉપરાંતના ભાવ ભર્યા છે. વાવોલ તળાવને ગુડા દ્વારા પણ એક નહિ બબ્બેવાર વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અહીં તળાવમાં વાવોલ ગામના ગટરનું પાણી ઠલવાય છે. ઉપરાંત શૌચ ક્રિયા વગેરેના કારણે આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. વાવોલ ડે. મેયર પ્રધ્યુમનસિંહ ગોલનો મતવિસ્તાર ગણાય છે. એટલે વાવોલ તળાવના વિકાસના કામને પ્રાથમિકતા મળી જવા પામી છે. વાવોલ તળાવમાં જે રીતે ગંદકી ખદબદી રહી છે, તેને હટાવી આ વિસ્તારને સુંદર અને લોકોપયોગી બનાવવાની છેલ્લા ઘણા સમયથી માગ હતી. લોકોની રજુઆતને આખરે વાચા મળી છે. વાવોલ તળાવને 12.46 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે, ગંદકી ઉલેચાશે, પર્યાવરણ સુધરશે. વાવોલ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાય છે, તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવા ઉપરાંત દુર્ગંધ પણ ખૂબ મારે છે. આ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું બંધ કરવું જરૂરી છે. અત્યાર સુધી અહીં ગ્રામપંચાયત હતી. તો ગુડા દ્વારા પણ આ તળાવને વિકસાવવા બબ્બેવાર પ્રયાસો કર્યા પણ તે વ્યર્થ રહ્યું. છેલ્લા કેટલાક સમયથી ગામના તળાવોને વિકસાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. કોર્પોરેશન દ્વારા વાવોલ તળાવનો અદ્યતન વિકાસ કરાશે. જ્યાં લોકોને સર્વોત્તમ માહોલ મળી રહે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવની જેમ વાવોલ તળાવને વિકસાવવાનું પ્રયોજન છે.

સાયકલ ટ્રેક, એમ્યુઝમેન્ટ પાર્ક જેવા આકર્ષણો ઉમેરાશે

અહીં એમ્યુઝમેન્ટ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનીયર સિટીઝન પાર્ક, લેન્ડ સ્કેપીંગ ગાર્ડન, મોર્નીંગ અને ઈવનીંગ વોકર્સને પાથ-વે મળશે તો સાયકલીસ્ટને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકશે. વાવોલ તળાવને આકર્ષક બનાવવામાં આવશે. એમ કહી શકાય કે, લોકોના હરવાફરવા માટેનું એક ઉત્તમ સ્થળ બનશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *