પાકિસ્તાનની જેમ આ મુસ્લિમ દેશમાં સ્થિતિ ખરાબ, લોકોને ખાવાના ફાંફા પાડ્યા

0

[ad_1]

  • પાકિસ્તાન બાદ હવે ઈજિપ્તની આર્થિક સ્થિતિ ખરાબ
  • ગરીબોને ભોજન આપવામાં મુશ્કેલી
  • ભુખમરાથી લોકોમાં ભારે રોષ

પાકિસ્તાન બાદ હવે ઈજિપ્તની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. ઈજિપ્તમાં ખાદ્યપદાર્થો એટલી મોંઘી થઈ ગઈ છે કે, ગરીબોને ભોજન આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, જ્યાં લોકોનું પેટ નથી ભરાઈ શકતું. આવી સ્થિતિમાં એક સરકારી એજન્સીએ મોંઘવારીના જમાનામાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે લોકોને ચિકન પંજા ખાવાનું કહ્યું છે. જે તેમના માટે અન્ય વસ્તુઓની સરખામણીમાં સસ્તું હશે અને શરીરની જરૂરિયાતો પણ પૂરી કરશે.

જોકે સરકારી એજન્સીની આ સલાહથી લોકો રોષે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઈજિપ્તના સંસદસભ્ય કરીમ અલ-સદાતે પણ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કરીમ અલ-સદાતે એજન્સીની આ સલાહને વર્તમાન કટોકટીની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ ગણાવી હતી.

ઈજિપ્તમાં જે મોટાભાગે ખાદ્ય પદાર્થોની આયાત પર નિર્ભર છે ખાદ્ય ચીજોની ફુગાવાએ લગભગ 100 મિલિયન લોકોને આર્થિક સંકટમાં મૂક્યા છે. વાત એવી બની ગઈ છે કે મોટા સુપરમાર્કેટમાં ગ્રાહકોને માત્ર ત્રણ કટ્ટા ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદવાની છૂટ આપવામાં આવી રહી છે.

લોકો ઈજિપ્તમાં આ સંકટને કેવી રીતે વર્ણવે છે?

ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેકરીમાં સામાન ખરીદવા પહોંચેલી 34 વર્ષની મહિલા રિહેબે જણાવ્યું હતું કે, તે જે બ્રેડ એક ઈજિપ્તીયન પાઉન્ડમાં ખરીદતી હતી તેની કિંમત હવે 3 પાઉન્ડ (ઈજિપ્તિયન) થઈ ગઈ છે. રિહેબે જણાવ્યું હતું કે, તેના પતિ એક મહિનામાં 6 હજાર પાઉન્ડ (ઈજિપ્ત) કમાય છે. અત્યારે મોંઘવારી હોવાથી જે પગાર આખો મહિનો ચાલતો હતો તે જ પગાર હવે 10 દિવસમાં પૂરો થઈ રહ્યો છે.

13 લોકોના પરિવારને ખવડાવતા 55 વર્ષીય રેડાએ કહ્યું હતું કે, જે માંસ રાંધવા માટે સસ્તું હતું તે હવે એટલું મોંઘું થઈ ગયું છે કે તેને વિકલ્પ તરીકે પણ રાખવામાં આવી રહ્યું નથી. રેડાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં માંસની કિંમત બમણી થઈ ગઈ છે.તે બે જગ્યાએ કામ કરીને પૈસા કમાઈ રહી છે તેમ છતાં ઘણી સામાન્ય વસ્તુઓ તેની પહોંચની બહાર છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *