ભારતને મહાન બનાવવાનું નેતાજીનું સપનું સાથે મળી સાકાર કરીશું: ભાગવત

0

[ad_1]

  • પરાક્રમ દિવસ’ પર કોલકાતામાં સંઘનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
  • નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અર્ધેન્દુ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
  • આ દિવસને પરાક્રમ દિવસ તરીકે પણ મનાવાઈ રહ્યો છે

મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી સોમવારે દેશભરમાં મનાવાઈ. આ દિવસને પરાક્રમ દિવસ તરીકે પણ મનાવાઈ રહ્યો છે. આ પ્રસંગે પિૃમ બંગાળમાં મોટાપાયે વિવિધ કાર્યક્રમો યોજાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા પણ કોલકાતાના શહીદ મિનાર મેદાનમાં ‘નેતાજી કો પ્રણામ’ નામથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સંઘના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, નેતાજીએ તેમનું પૂરું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. તેમણે જીવનનો ઘણોખરો હિસ્સો વનવાસમાં વિતાવ્યો. તેમણે તેમનું સર્વસ્વ દેશ ખાતર ન્યોચ્છાવર કરી દીધું. આજે આખા વિશ્વની નજર ભારત પર છે. ભારતને મહાન બનાવવાનું નેતાજીનું સપનું હજુ અધૂરું છે, જે આપણે સાથે મળીને સાકાર કરવાનું છે. નેતાજીએ અને આપણા પૂર્વજોએ ચીંધેલા માર્ગે ચાલીને આપણે વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાવી શકીએ છીએ. કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અર્ધેન્દુ બોઝ પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, જેઓ આપણા માટે જીવ્યા તેમને આપણે યાદ કરીએ અને સલામ કરીએ.

કાર્યક્રમમાં સંઘના 15 હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો

સંઘના દક્ષિણ બંગાળ પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપ્લવ રોયે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં કોલકાતા અને હાવડાના 15 હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને પથ સંચલન, ઉદ્ઘોષ, કદમતાલ, નિયુદ્ધ અને દંડ પ્રહારનું પ્રદર્શન કર્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *