– ફાયર સેફ્ટીનું એક માસનું કામ 3 મહિને પણ અધુરૂં, કલાકારોમાં નારાજગી
– ફાયર ઓફિસરની તપાસમાં અલગ-અલગ આઠ મુદ્દામાં ક્ષતિ જણાતાં ફાયર એનઓસી ન અપાયું : કામ પૂર્ણ થઈ ગયાનો એજન્સીનો દાવો
ભાવનગર : કલા અને સાહિત્યના પિયર સમાં ભાવનગરના કલમંચ સમાન શહેરના યશવંતરાય નાટયગૃહ શરૂ થવાને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક દ્ધ્નો આવતા જાય છે. નાટયગૃહમાં ફાયર સેફ્ટી અંગેનું એક માસનું કામ ત્રણ માસ વિતવા છતાં અધુરૂં છે તેવામાં ફાયર સેફટી નાંખ્યા બાદ તેના ટેસ્ટીંગ સમયે જ પાણી ન આવવા સહિત અલગ-અલગ આઠ મુદ્દામાં અપૂતર્તા સર્જાતાં એનઓસી પ્રક્રિયા ઘોંચમાં પડી છે. બીજી તરફ, એનઓસીના વાંકે નાટયગૃહ શરૂ થવાની આશા પર હાલ તુરંત પાણી ફરી વળ્યું છે.