કચ્છ ભૂકંપ 2001નો ઇતિહાસ – kutch 2001 earthquake 22st anniversary 2023 history, – News18 Gujarati

0

[ad_1]

28 ઓગસ્ટ 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જાન્યુઆરી 20 સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2.80 લાખ લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1.10 લાખથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

ભુજ તેમજ રાજ્યના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને 21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યાં છે.

ભૂકંપ બાદના બે દાયકાની વાત કરતા કચ્છના તે સમયના સિવિલ સર્જન ડૉ. જ્ઞાનેશ્વર રાવે યાદ કર્યું હતું કે, ભૂકંપના કારણે ભુજની જનરલ હોસ્પિટલ પણ ધરાશાયી હતી. “દરેક મિનિટે દર્દીઓની સંખ્યા વધી રહી હતી પણ સારવાર માટે અતિ આવશ્યક એવું દવાખાનું જ બચ્યું ન હતું. એવું સમય હતું કે વિચારતા પણ ડર લાગે કે કઈ રીતે આ આપત્તિમાં તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પડાઈ હશે. પણ કલાકોની અંદર જ જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ટેન્ટમાં હોસ્પિટલ ઊભી કરી હતી અને થોડા સમય બાદ ત્યાં જ હંગામી ધોરણે સારવાર કેન્દ્ર શરૂ કર્યો હતો.”

ભૂકંપના 22 વર્ષ બાદ હાલ પરિસ્થિતિ વિશે વાત કરતા ડૉ રાવે કહ્યું હતું કે અત્યારે કચ્છ તબીબી ક્ષેત્રમાં ઘણો આગળ વધી ગયો છે. “આજે ઘણી ખાનગી અને ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ કચ્છમાં કાર્યરત છે સાથે જ દરેક ક્ષેત્રના નિષ્ણાત તબીબ પણ કચ્છમાં છે. તબીબી ચકાસણી માટે પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ જો ભૂકંપના સંબંધમાં વાત કરીએ તો તે સમયે જે આપાતકાલીન પરિસ્થિતિ મુજબની સુવિધાઓની અછત હતી તે આજે પણ પૂરી નથી થઈ. ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસમાં હજુ પણ ઘણા સુધારાની જરૂર છે અને હું ઇચ્છું છું કે આવનારા વખતમાં તે આપણે ઊભી કરી શકીએ.”

આ પણ વાંચો: આ બાબતમાં પાકિસ્તાન ભારતથી આગળ, ‘છતાંય બાપ તો, બાપ જ હોય…’

ભૂકંપ બાદ કચ્છ પાસે હારવા માટે કંઈ બચ્યું ન હતું પણ જીતવા માટે આખું ફલક હતું. રણ, બાવળ અને અછતનું આ પ્રદેશ જોતા જોતા આજે દેશ વિદેશમાં પોતાના રણ, હસ્તકળા અને પરંપરા માટે પ્રખ્યાત થયું છે. ભૂકંપ બાદ પ્રવાસન એ કચ્છનો એક મહત્વનો આવક સ્ત્રોત બન્યો અને દેશ વિદેશથી લોકો કચ્છનું સફેદ રણ, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ અને રાજાશાહી વખતના મહેલો જોવા પહોંચે છે.

પ્રવાસન સાથે ઉદ્યોગોએ પણ કચ્છની પ્રગતિમાં એક મહત્વનું ભાગ ભજવ્યું હતું. ભૂકંપ બાદ કચ્છને આર્થિક રીતે સધ્ધર કરવા ઉદ્યોગોને ટેકસમાં રાહત અપાતા અનેક ઉદ્યોગોએ કચ્છને પોતીકું માની પ્રગતિની દોડમાં ભાગ લીધું. ભૂકંપ બાદના બે દાયકામાં ઉદ્યોગો વિશે વાત કરતાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના પ્રેસિડેન્ટ રાજેશ ભટ્ટ સાથે દ્વારા News18 સાથે વાત કરતા કહ્યું હતું કે, “ભૂકંપ પહેલાં કચ્છમાં ઉદ્યોગોનું કોઈ અસ્થિત્વ હતું જ નહીં પણ આજે કચ્છમાં અનેક ઉદ્યોગો ખીલી ઉઠ્યા છે. પણ ભૂકંપ બાદ મોટી માત્રામાં કચ્છમાં ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ આવતા કચ્છની કાયા પલટ થઈ છે. આજે કચ્છમાં રૂપિયા એક લાખ કરોડથી વધારે રોકાણ થયું છે અને એના કારણે જ કચ્છના લોકોને પણ રોજગારની તકો પૂરી પડી રહી છે. આજે દરેક ક્ષેત્રમાં કચ્છ વિશ્વસ્તરે ઊભો છે અને આપણું કચ્છ અત્યારે બિચારું નહીં પણ સુચારુ કચ્છ બન્યું છે.”

આ પણ વાંચો: લાલ કિલ્લા જેવી દેશની 1000 ઇમારતોને ખાનગી હાથમાં આપવાની તૈયારી, આ છે સરકારની યોજના

કચ્છમાં પહેલા પણ અનેક કુદરતી આપત્તિઓ આવી ગઈ છે પરંતુ 2001નો ભૂકંપનો કચ્છના લોકો કયારેય ભૂલી નહિ શકે. બે દાયકા ઉપર અને 252 મહિના જેટલા લાંબા સમય દરમિયાન કચ્છની ખામીરવંતી પ્રજા આજે ઉભી થઇ છે તેને વિશ્વભરે એક વિશેષ સન્માન સાથે જોઇ રહ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *