Kutch: 5 હજાર વર્ષ જૂનું નગર સંગીતની ધૂન પર ઝૂમી ઉઠશે, ખાસ કાર્યક્રમનું છે આયોજન!

0

[ad_1]

Dhairya Gajara, Kutch: ભારત દેશ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો અમૂલ્ય વારસો ધરાવે છે. આ ધરોહરનો એક જીવતો જાગતો ઉદાહરણ છે પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા. આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનોમાં દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યેની નીરસતા દૂર થાય અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે ધોળાવીરા મધ્યે એક ભવ્ય ફેસ્ટિવલનો આયોજન કરવામાં આવ્યો છે. વિવિધ પ્રદર્શન સાથે ખ્યાતનામ કલાકારો સંગીતના ધૂન પર પાંચ હજાર વર્ષ જૂના નગરને ઝુમાવશે.

આગામી 28 જાન્યુઆરીના વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એકઝીબિશન, ક્રાફટ, ખાણી-પીણી, વોકિંગ ટુર, સાંસ્કૃતિક સંગીત તેમજ નૃત્ય અને વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું છે.

બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી યોજાનાર આ ધોળાવીરા ફેસ્ટિવલમાં તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સાંજે દિવેચા, ગટમ્ વાદક ગિરધર ઉડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારો પોતાના સંગીત થકી આ પ્રાચીન વિરાસતને પુનઃ જીવંત કરશે.

આ ઉપરાંત કચ્છના કલાકારો પણ લોકો સમક્ષ પોતાની કળા પીરસશે, જેમાં મુરાલાલ મારવાડા સૂફી લોક કલા રજૂ કરશે, તો ભરૂચના ખ્યાતનામ કલાકારો સીદી ધમાલ રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન કરવા પણ જાણીતા કલાકાર માનવ ગોહિલ હજાર રહેશે. પહેલી વખત યોજાઇ રહેલું આ પ્રકારનું ધોળાવીરા ફેસ્ટિવલ ગુજરાત પ્રવાસન નિગમ તથા કલાવારસો કચ્છના સહયોગથી યોજાવા જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ક્રાફટ ઓફ આર્ટસ દ્વારા દેશના ઐતિહાસિક વારસા પ્રત્યે લોકોને જાગૃત કરવા અત્યાર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના અગિયાર સ્મારકોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 28 જાન્યુઆરીના ધોળાવીરામાં યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા જાહેર જનતાને 9664682373 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

તમારા શહેરમાંથી (કચ્છ)

First published:

Tags: Dholavira, Kutch, Local 18

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *