જાણો પહેલીવાર કોણે રજૂ કર્યું હતું ભારતનું બજેટ, ક્યારેક વેચતા હતા ટોપીઓ

0

[ad_1]

  • ભારતનું પહેલું બજેટ 7 એપ્રિલ 1860માં રજૂ કરાયું હતું
  • જાણો કોણ હતા જેમ્સ વિલસન
  • આઝાદી બાદનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947માં રજૂ થયું

જેમ્સ વિલસને ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. તેમનો સીધો સંબંધ ભારત સાથે છે. દેશમાં બજેટ રજૂ કરવાની પરંપરા આઝાદી પહેલાની છે. જેમ્સ વિલસને 7 એપ્રિલ 1860માં ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. તો ઈન્ડિયન કાઉન્સિલના નાણાકીય સભ્ય હતા. આ પરિષદ ઈન્ડિયન વોઈસરોયને સલાહ આપતી હતી. વિલસન દ ઈકોનોમિસ્ટના સંસ્થાપક પણ હતા. કાર્લ માર્ક્સ તેમને તમામ અર્થશાસ્ત્રીમાં ઉચો દરજ્જો આપતા હતા. આઝાદી બાદનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947માં રજૂ થયું હતું. તેને આરકે શણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. તે આઝાદ ભારતના પહેલા નાણામંત્રી હતા.

જૂનો છે દેશના બજેટનો ઈતિહાસ

હવે 1 ફેબ્રુઆરીએ નાણામાંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરવાની છે તો અનેક લોકો જાણવા ઈચ્છે છે કે દેશમાં બજેટનો ઈતિહાસ ક્યારથી શરૂ થયો. ભારતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત 1860થી શરૂ થયો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી બ્રિટિશ ક્રાઉનને ભારતીય પ્રશાસનના હસ્તાંતરણને 2 વર્ષ બાદ 7 એપ્રિલ 1860ના રોજ પહેલીવાર રજૂ કરાયું હતું. બજેટ કજૂ કરનારા પહેલા ફાઈનાન્સ મેમ્બર જેમ્સ વિલસન હતા. અંતરિમ સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48નું બજેટ રજૂ કર્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતના પહેલા નાણામંત્રી શણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947એ સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.

કોણ હતા જેમ્સ વિલસન

જેમ્સ વિલસન સ્કોટિશ અર્થશાસ્ત્રી હતા. તેમનો પરિવાર ટોપીઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતો. ત્યારે તેઓ પણ આ કામ કરતા. આ પછી તેમની માહિર અર્થશાસ્ત્રીઓમાં ગણતરી થવા લાગી. અર્થશાસ્ત્ર અને વાણિજ્યમાં તેમની ખાસ જાણકારી હતી. દ ઈકોનોમિસ્ટની સાથે તે ચાર્ટર્ડ બેંક ઓફ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા એન્ડ ચાઈનાના સંસ્થાપક હતા. 1969માં તેના સ્ટેન્ડર્ડ બેંકની સાથે વિલય થયો. તેની સાથે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો ઉદય થયો હતો. ડિસેમ્બર 1859થી લઈને ઓગસ્ટ 1860 સુધી વોઈસરોયના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર હતા. તેની પર સરકારના એકાઉન્ટિંગ સિસ્ટમ, પે ઓફિસ, ઓડિટના સિવાય પેપર કરન્સી, ભારતીય પોલીસ, મિલિટ્રી ફાઈનાન્સ કમિશન અને સિવિલ ફાઈનાન્સ કમિશનની પણ જવાબદારી હતી. વિલસનની 1847માં હાઉસ ઓફ કોમન્સમાં એન્ટ્રી થઈ હતી. તેના આર્થિક અનુભવને જોતા તત્કાલીન પ્રધાનમંત્રી લોર્ડ જોન રસલે વિલસનને સેક્રેટરી ઓફ ધ બોર્ડ ઓફ કંટ્રોલ નિમ્યા. આ બોડી બ્રિટિશ ઈન્ડિયા પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નિયંત્રણને જોતી હતી. વિલસનની પાસે આ પદ 1858 સુધી રહ્યું હતું.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *