સૌપ્રથમ બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું જેવી Budgetની જાણો અજાણી વાતો

0

[ad_1]

  • સૌપ્રથમ જેમ્સ વિલસન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ
  • અંગ્રેજો જતાં રહ્યાં પણ આપણને બજેટ શબ્દ આપતા ગયા
  • જાણો બજેટ પહેલી ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે

ભારતનું સૌપ્રથમ બજેટ વર્ષ 1860માં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયના બ્રિટનના જાણીતા અર્થશાસ્ત્રી જેમ્સ વિલસન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિલસન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ફાઈનાન્સિયલ એડવાઈઝલ પણ હતા.

બજેટ શબ્દ ક્યાંથી આવ્યો ?
બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના એક શબ્દ bougette પરથી બન્યો છે. જેનો અર્થચામડાનો થેલો થાય છે. અંગ્રેજો જતાં રહ્યાં પણ આપણને બજેટ શબ્દ આપતા ગયા. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ભારતના સંવિધાનમાં ક્યાંય પણ બજેટ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. સંવિધાનના અનુછેદ 112માં બજેટ માટેવાર્ષિક વિત્તિય વિવરણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બજેટ કોણ રજૂ કરશે તે કોણ નક્કી કરે છે ?

આઝાદ ભારતના પ્રથમ નાણામંત્રી આર. કે શનમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947માં આઝાદ ભારતનું પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. તેઓ એક સૂટકેસ લઈને બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા હતા. 26 જાન્યુઆરી 1950માંજ્યારે આઝાદ ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે જોન મથાઈએ સંસદમાં ગણતંત્ર ભારતું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ત્યારે તેઓ દેશના રેલવે મંત્રી હતા. ભારતમાં યુનિયન બજેટ સંસદમાં કોણ રજૂ કરશે તે રાષ્ટ્રપતિ દ્રારા નક્કી કરવામાં આવે છે.

બજેટ સમયે નાણામંત્રી સૂટકેસ લઈને કેમ આવે છે ?
ભારતમાં બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રીના હાથમાં જોવા મળતી સૂટકેસની પ્રથા અંગ્રેજોના સમયથી ચાલતી આવે છે. ભારત દેશ આઝાદ થયા પછી પણઆ પરંપરા યથાવત્ રહી હતી. પરંતુ ગતવર્ષે નાણામંત્રી  નિર્મલા સિતારમણ દ્વારા સૌપ્રથમવાર ડિજિટલી બજેટ રજૂ કર્યું હતું.

બજેટ પહેલી ફેબ્રુઆરીએ જ કેમ રજૂ કરવામાં આવે છે?
અટલ બિહારી બાજપેઈ સરકાર દ્રારા બજેટના સમયમાં તો ફેરફાર કર્યો પરંતુ તેને સંસદમાં રજૂ કરવાની તારીખને બદલવાનું ચૂકી ગયા. બ્રિટિન સાશન દરમિયાન બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતુ હતું જે પરંપરાને મોદી સરકાર દ્વારા 2017માં બદલીને બજેટની તારીખ 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી. જ્યારે બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતુ ત્યારે તેને નવા નાણાકિય વર્ષ એટલે 1 એપ્રિલે લાગુ કરવામાં ખૂબ મુશ્કેલીઓ ઉભી થતી. જે બાબતને ધ્યાનમાં રાખીને મોદીએ બજેટની તારીખ બદલીને 1 ફ્રેબુઆરી કરી નાંખી.

અલગથી રજૂ થતાં રેલવે બજેટને સામાન્ય બજેટમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો ?
ભારત દેશમાં 2017 પહેલા રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગથી રજૂ કરવામાં આવતુ પરંતુ 2017માં સૌપ્રથમવાર બજેટને સામાન્ય બજેટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો. 2022ના સામાન્ય બજેટમાં જ રલવે બજેટ રજૂ કરવામાં આવ્યું.

અત્યાર સુધીનું સૌથી લાંબું અને સૌથી ટૂંકું બજેટ ભાષણ કોણે અને ક્યારે આપ્યું ?
2020માં હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્રારા સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું જેમાં તેઓએ 2 કલાક અને 40 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. દેશનું સૌથી ટુંકુ બજેટ 1970માં નાણામંત્રી એચ.એમ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ બજેટ માત્ર 8૦૦ શબ્દોનું હતું

હલવા સેરિમની શું છે ?
દરવર્ષે બજેટનું પ્રિન્ટિંગ કામ નોર્થ બ્લોકમાં હલવા સેરિમની દ્રારા શરૂ કરવામાં આવે છે. જેમાં બજેટના પ્રિન્ટિંગ માટે કામ કરતાકર્મચારીઓને હલવો ખવડાવી મો મીઠુ કરાવીને કામ શરૂ કરવામાં આવે છે. નાણામંત્રાલય પર એક મોટી કડાઈમાં આ હલવોબનાવવામાં આવે છે. આ વર્ષે કોરોનાને કારણે હલવાની જગ્યાએ કર્મચારીઓને સૌપ્રથમવાર મીઠાઈનું બોક્સ આપીને મો મીઠુ કરાવવામાં આવ્યું હતું.

સૌથી વધુ વખત બજેટ કોને રજૂ કર્યું
ઈન્દીરા ગાંધી સરકારમાં નાણામંત્રી રહેલા મોરારજી દેસાઈ દ્વારા 1970માં નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેઓએ 10 વાર દેશનું બજેટ રજૂ કર્યું હતું. તેમના બાદ પી.ચિદંબરે 9 વાર, પ્રણવ મુખરજીએ 8 વાર, યશવંતરાવ ચૌવ્હાણ, સીડી દેશમુખઅને યશવંત સિંહાએ 7 વાર, મનમોહનસિંહ અને ટી. ટી કુષ્ણકુમાચારી દ્વારા 6 વાર રજૂ કર્યું છે. ગઈકાલે નાણામંત્રી નિરમલાસિતારમણ દ્વારા ચોથીવાર દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *