મહા સુદ ત્રીજને મંગળવાર, સૂર્ય શ્રાવણ નક્ષત્રમાં જાણો રાશિફળ

0

[ad_1]

વિક્રમ સંવત ૨૦૭૯. મહા સુદ ત્રીજ. મંગળવાર, ગૌરી ત્રીજ. પંચક. સૂર્ય શ્રાવણ નક્ષત્રમાં

મેષ રાશિ

નકારાત્મક વલણ છોડીને કામ અને ધ્યેયને જોઈ ચાલવાથી લાભ અને ઈષ્ટફળ મળે, સ્વજનથી વિચારભેદ દૂર કરજો.

વૃષભ રાશિ

સો નિરાશામાં એક અમર આશા રહેલી છે તે ધ્યાનમાં લઈ ચાલશો તો સિદ્ધિ સફળતા હાંસલ કરી શકશો.

મિથુન રાશિ

લાભદાયી કાર્ય રચના અને વિકાસનું આયોજન લાંબે ગાળે ફળદાયી બનતું લાગે, ચિંતા દૂર થાય, સ્વાસ્થ્ય જળવાય.

કર્ક રાશિ

આપના નોકરી કે ધંધાના ક્ષેત્રે અંતરાયો હશે તો ધીમે ધીમે દૂર થાય, કોઈ અણધારી મદદ ઉપયોગી બને.

સિંહ રાશિ

આપના પ્રયત્નો સફળ બનાવી શકશો, મિત્ર સ્વજનની મદદથી પ્રગતિના પંથે આગળ વધી શકાય. પ્રવાસ.

કન્યા રાશિ

આપના મહત્ત્વના કામકાજમાં જણાતી મુશ્કેલી દુર કરવાનો ઉપાય મળે, કૌટુંબિક બાબત અંગે સાનુકૂળ ખર્ચ રહે.

તુલા રાશિ

ઝડપી લાભ મેળવવાની લાલચ રાખશો તો નુકસાનથી બચી શકશો, પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, પ્રવાસ ફળે.

વૃશ્ચિક રાશિ

અંગત સમસ્યા અંગેની ચિંતા દુર થતી લાગે, મહેનતનું પરિણામ વિલંબથી મળતું જણાય, ગૃહજીવનમાં સંવાદિતા.

ધન રાશિ

વધુ પડતા ખર્ચ અને આવેશ પર સંયમ જરૂરી માનજો. મતભેદો નિવારજો, સ્વજન, મિત્રથી મિલન.

મકર રાશિ

આપના હાથ ધરેલા કામકાજો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશો, સ્નેહી સંબંધીથી મદદ.

કુંભ રાશિ

કઠિન સંજોગો જણાતા હોય તો પુરુષાર્થની માત્રા વધારવાથી માર્ગ સરળ બની શકશે, વિઘ્ન-વિલંબ બાદ ઈષ્ટ ફળશ્રાુતિ જણાય.

મીન રાશિ

વિકાસની કેડી કંડારવા તમારે ધીરજ અને સહાયની જરૂર પડે, ખર્ચ-ખરીદી પર કાબુ રાખજો, યાત્રા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *