અમદાવાદમાં નવરાત્રિ સમયે પોલીસની વ્યવસ્થા કેવી છે. તેના પર નવરાત્રિ મુદ્દે DCP કોમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. નોન કોમર્શિયલ માટે સ્થાનિક કચેરીએ પરવાનગી મળે છે. પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. તથા શી ટીમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન હાજર રહેશે.
14000 પોલીસ જવાન નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે
ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યસન કરી કોઈ ન આવે તે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચન કરવામાં આવ્યા છે. આયોજકો પાલન નહીં કરે તો આયોજન રદ્દ કરાશે. તેમજ 14000 પોલીસ જવાન નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે. ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈનનું પાલન કરાશે. તેમજ કોમર્શિયલ ધોરણે cctv, એન્ટ્રી અને બહાર નિકળવાનો ગેટ અલગ, મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્હિકલની વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે.
ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે
વ્યસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચના છે. ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરવા અને પગલાં લેવાશે. તેમાં 14000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. તથા ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે.